એસજીએસટીનાં સ્થાનિક જોઈન્ટ કમિશનરે તમામ પ્રશ્ર્નો સાંભળી હકારાત્મક પ્રત્યુતરો આપ્યા

ગ્રેટર રાજકોટ ચેમ્બર ખાતે જુદા જુદા એસોસીએશનોના પદાધિકારીઓ તા ગ્રેટર ચેમ્બરના બોર્ડ ઓફ ડિરેકટર્સના સભ્યો સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં મીટીંગનું આયોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં જુદા જુદા એસો.ના પદાધિકારીઓ પૈકી કિચનવેર એસો, હાર્ડવેર મેન્યુ, એસો., શાપર વેરાવળ ઈન્ડ. એસો., લઘુ ઉદ્યોગ ભારતી, આજી વસાહત જી.આઈ.ડી.સી. એસો. વગેરે એસો.ના પ્રતિનિધિઓ ઉપસ્તિ રહેલ. આ તકે ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા તરફી મુદ્દાઓ રજૂ કરવામાં આવેલ.

જી.એસ.ટી. કાયદાની શરૂઆતના તબક્કે જી.એસ.ટી.ના પોર્ટેલમાં રહેલી ખામીઓને કારણે વેપારીઓને દંડકીય કાર્યવાહી સહન કરવી પડતી હોય છે. ગુજરાત રાજયમાં ઈ-વે બીલની મર્યાદા ૧૦ કિ.મી. તેમજ રૂ.૫૦ હજારની કિંમત નક્કી થયેલ છે જે ઘણી જ ઓછી છે જે રૂ.૧ લાખ અને ૫૦ કિ.મી.ની મર્યાદા કરવી જોઈએ. શરૂઆતના તબકકે કેટલીક નાની મોટી ભુલો થયેલી હોય તેવા કારણો સબબ ખૂબ જ મોટી રકમ રીફંડ રોકાય છે જે સત્વરે પરત ચૂકવણી થવી જોઈએ.

માલધારક વેપારીનું નામ કે તેનો જી.એસ.ટી. નંબરનો ઉલ્લેખ થતો નથી. પરંતુ વાહન ચાલક કે ટ્રાન્સપોર્ટરના નામે આવા આદેશો આપવામાં આવતા હોય છે. જયારે આ આદેશની સામે વેપારીએ કાયદેસર અપીલ કાર્યવાહી કરવી હોય તો તેવું કરી શકતા નથી તેથી આવા પ્રકારના આદેશોમાં માલધારક વેપારીના નામનો ઉલ્લેખ કરવો જરૂરી છે જે ધ્યાને લેવા યોગ્ય કરવા જણાવેલ.

આ સુચનો અંગે કમિશનર સકસેના તા અધિકારી કેશવાણી તરફી હકારાત્મક પ્રત્યુતર મળ્યો હતો અને કોઈપણ વેપારીને કોઈ અંગત પ્રશ્ર્ન હોય તો, તેઓની કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરવાી તાત્કાલીક શકય તેટલી મદદ કરવામાં આવશે તેવી ખાતરી આપેલ. આભારવિધિ રાજીવભાઈ દોશી-ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવેલ તેમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા ઈન્ચાર્જ માનદ મંત્રી ઈશ્ર્વરભાઈ બ્રાંભોલીયા દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.