• ભલે આજના યુગમાં હોય જરૂરિયાત પણ
  • મોબાઇલનો અતિરેક ઉપયોગ કુમળા વયના બાળકો માટે ઘાતક

 રાજકોટ ન્યૂઝ :  આજના યુગમાં મોબાઇલ જીવન જરૂરીયાતનું સાધન બની ગયું છે. મોટાથી નાના બાળકો મોબાઇલનો ઉપયોગ કરતા હોય છે. આજે કોઇ પણ માહીતી  મળેવા મોબાઇલના માઘ્યમથી આંગણીના ટેરવેથી માહીતી આસાનીથી મળી લે છે. આ મોબાઇલના યુગમાં હવે એક પણ કામ અધરુ રહ્યું નથી બધા કામ મોબાઇલથી આસાન થઇ ગયા છે. મોબાઇલથી સંદેશો પહોચાડવો, ફોન કરી મેસેજ મેળવા, હિસાબો કરવા, માહીતી શોધવા, કોઇ પણ સ્થળનું લોકેશન શોધવા, ફોટા પાડવા, કે બાળકનોને ઓન લાઇન શિક્ષણ મેળવવા બધુ આસાન થઇ ગયું છે. આપણે એવું કહી શકાય કે લોકોનું જીવન મોબાઇલ પુરતુ સમીત થઇ ગયું છે. કારણ કે મોબાઇલનો ઉપયોગ આપણે વધુ પડતાં કરતા થઇ ગયા છીએ.

આજના સમયમાં મોબાઇલના કારણે બાળકો, બાળપણ ભુલી ગયા છે. તેઓ મોબાઇલ વાપરીને સમય કાઢે છે. બાળકો બહાર મેદાનમાં રમતો રમવાને બદલે મોબાઇલમાં ગેમ્સ રમ્યા રાખે છે. તેઓને કોઇપણ વસ્તુ સમજાતી નથી તે પોતાની રીતે સમજવાની બદલે તે મોબાઇલમાં સર્ચ કરી જાણી લે છે. તેથી આ બધાના કારણોને લીધે બાળકોનો શારિરીક કે માનસિક વિકાસ થતો નથી.

બાળકો મોબાઇલનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે. નાના હોય ત્યારેથી જ તેમની પાસે મોબાઇલ હોય છે. તેથી નાની ઉંમરે આંખ ખરાબ થાય છે. અને આંખમાં નંબરવાળા ચશ્મા આવી જાય છે. મોબાઇલથી જેટલા ફાયદા છે એટલા જ મોબાઇલથી નુકશાનકારક પણ છે.

મગજ પર અસર

મોબાઇલ બાળકોના મગજ પર ગંભીર અસર કરે છે. જે બાળકો  મોબાઇલમાં જોવે છે તેવું જ શીખે છે. તેની મગજમાં અસર થાય છે. ઘણીવાર વાર બાળકો એવા વિડીયો જોવાથી બાળકને તેના લીધે તેના મગજ પર ખરાબ અસર થાય છે. ઘણીવાર બાળકો એવા વિડીયો જોવો છે કે જેની લીધે તેના મગજ પર ખરાબ અસર થાય છે. મોબાઇલના તરંગો બાળકોની આંખ, મગજ અને કાનને નુકશાન કરે છે. જે તેના મગજ પર ઉંડી અસર કરે છે.

શિક્ષણમાં અસર

બાળકોનો નાની ઉમરથી જ મોબાઇલનું વ્યસન થઇ ગયું છે. તેને લીધે તેનું શિક્ષણમાં ઘ્યાન ઓછું રહે છે. તેઓનું નાની ઉમરથી જ સોશિયલ મીડીયા પર એકાઉન્ટ હોય છે. તેથી તે કલાકો સુધી મોબાઇલમાં રચ્યાપચ્યા રહે છે. તે ભણતરમાં ટાઇમ ઓછો આપે છે. તેથી તે ભણતરમાં પાછળ રહી જાય છે.

અયોગ્ય વર્તન

મોબાઇલમાં આવતા વિડિયો, ઓડિયો, ફોટા, ચલચિત્રો, બાળકોના વર્તન સ્વભાવ પર અસર કરે છે. તેથી બાળકો અયોગ્ય વર્તન કરવા લાગે છે. સોશિયલ મીડીયાથી બાળકોના સ્વભાવ પર અસર પડે છે. તેના વર્તન પર અસર કરે છે.

બાળકોની અપુરતી ઉંઘ

બાળકો મોડી રાત સુધી મોબાઇલનો ઉપયોગ કરે છે. તે મુવી સીરીઝ જોવામાં મોડી રાત સુધી મુવી સીરીઝ જોયા રહે છે. તેના લીધે તેની ઉંઘ પુરતી થતી અને તેની અસર તેના સ્વાસ્થ્ય પર થાય છે.

આંખને નુકશાન

નાના બાળકો મોબાઇલનો ખુબ ઉપયોગ કરે છે.  તેના લીધે તેની આંખને નુકશાન કરે છે. આંખમાં નાની ઉમરથી જ ચશ્માના નંબર આવી જાય છે.

બાળકો પરિવારથી દૂર થાય છે

અત્યારના યુગમાં માતા-પિતા અને બાળકો બધા મોબાઇલમાં જ રચ્યાપચ્યા રહે છે. તેથી પરિવારમાં લોકો એકબીજા થી દુશ થતાં જાય છે. વાત એવી છે કે બાળકો પર મોબાઇલ  ગંભીર અસર કરે છે. તેથી માતા-પિતા એ એક હંમેશા ઘ્યાન રાખવું જોઇએ કે બાળકો મોબાઇલમાં શું જોવે છે શું કરે છે, લોકો  જેટલા મોબાઇલથી દુર રહે તેટલું જ બાળકો માટે સારૂ

 

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.