ડો.મિહિર રાવલ અને તેમના વિદ્યાર્થી નૈમિષ વ્યાસે ટેબલેટ બેથી ત્રણ પ્રોસેસીંગ સ્ટેપમાંજ પૂર્ણ કરી શકાય તેવા બ્રીડ બનાવ્યા: નવી શોધથી હવે સમય અને ખર્ચ બચશે
ડાયાબીટીસની મોંઘીદાટ દવા હવે ૩૦ થી ૪૦ ટકા સસ્તી થવાની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવને આ વિષય ઉપર શોધ કરી છે જેને સફળતા પણ મળી છે. જેથી હવે દવા ત્રણ સ્ટેપમાં બની જશે અને તેની કોસ્ટ નીચી આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ સંશોધન સમગ્ર વિશ્ર્વ માટે ખુબ ઉપયોગી સાબીત થવાનું છે. જેનાથી સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે. કોરોના કાળમાં ફાર્મસી ભવનનું રીસર્ચનું કાર્ય અવિરત પણે ચાલુ હોય, આ સમય દરમિયાન ફાર્મસી ભવન દ્વારા એક પ્રોવિસનલ પેટન્ટ ફાઈલ કરવામાં આવી. આ પેટન્ટે ડાયાબિટિસના દર્દીઓની સારવાર માટે વપરાતી મેટફોમીંગ હાડ્રોકલોરાઈડ પર ફાઈલ કરવામાં આવી છે. ફાર્મા ઈન્ટ્રસ્ટિમાં આ દવાની ટેબલેટ (ટીકડી) બનાવવા માટે જ્યાં ૮-૧૦ પ્રોસેસીંગ સ્ટેજ લાગતા હોય, ફાર્મસી ભવનનાં અધ્યક્ષ ડો.મીહીરભાઈ રાવલ તથા તેમના વિદ્યાર્થી નૈમિસભાઈ વ્યાસે જ ટેબલેટ બે-ત્રણ પ્રોસેસીંગ સ્ટેપમાં પૂર્ણ કરી શકાય તેવા બીડ બનાવી આ પ્રોસેસીંગનો સમય, ખર્ચ તથા ઓછી લેબરથી ડાઈરેકટ ટેબલેટમાં (ટીકડી) રૂપાંતરીત કરી છે અને તેની પ્રોવિસનલ પ્રોસેસ પેન્ટટ ફાઈલ કરેલ છે.
આ નવી પ્રોસેસથી ઈન્ટ્રટ્રિને ખુબજ ઓછા સમયમાં અને ૩૦-૪૦% ઓછા ખર્ચમાં આ ટેબલેટ બનાવી શકાશે. જેનાથી પેસન્ટને આ દવા લગભગ ૨૦-૩૦% ઓછા ભાવથી મળી શકે તેમ છે. આ પેન્ટટ ફાર્મસી ભવને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એસએસઆઈપી સેલ દ્વારા ફાઈલ કરેલ છે. યુનિવર્સિટીનું આ એકમાત્ર ડીપાર્ટમેન્ટ છે કે જેને વર્ષ ૨૦૨૦ કે જ્યાં શૈક્ષણિક અને રીસર્ચની પ્રક્રિયાને કોરોનાએ લગભગ બંધ જેવી કરી હોય, આ ભવને આ એક જ વર્ષમાં ત્રણ પેટન્ટ એસએસઆઈપી સેલ દ્વારા ફાઈલ કરી છે અને ચોથી પેટન્ટ લગભગ આ ૨૦૨૦નું વર્ષ પૂર્ણ થતાં પહેલા ફાઈલ કરી દેશે. ઉલ્લેખનીય છે કે ડાયાબિટીસની દવાનું સેવન મોટી માત્રામાં થાય છે. ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી દર્દીઓની વધુ સંખ્યાના કારણે દવાની ખપ વધુ છે. આ દવા ઉપર ભૂતકાળમાં પણ અનેક શોધ સંશોધનો થયા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્મસી ભવન દ્વારા કરવામાં આવેલી શોધ સફળ રહી છે. અગાઉ પણ અનેક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ પ્રકારના શોધ- સંશોધન કરી સૌ કોઈને દંગ રાખી દીધા છે. ત્યારે વધુ એક શોધથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમગ્ર વિશ્વમાં ચમકશે.
દવા તૈયાર કરવા હવે દસ સ્ટેપની પ્રોસેસ નહીં કરવી પડે !
ડાયાબીટીશની દવા તૈયાર કરવા માટે દસ સ્ટેપની પ્રોસેસ કરવી પડે છે. આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ દવા તૈયાર થાય છે. પરંતુ હવે નવી શોધથી ડાયાબીટીશની દવા માત્રને માત્ર ત્રણ સ્ટેપથી જ તૈયાર થશે ઉલ્લેખનીય છે કે આ શોધ ડાયાબીટીશના દર્દીઓ માટે આશિર્વાદ રૂપ સાબીત થનાર છે.