નેનો ટેક્નોલોજી થકી મસમોટા રોગના નિદાન શક્ય: વૈજ્ઞાનિકોએ NB10 અને TiNb9 નામના 2 અતિસૂક્ષ્મ પરમાણું ઘટક શોધી કાઢ્યા
વાયરસ કે બેક્ટેરિયા જેટલા બાહ્ય છે એટલા જ આંતરિક પણ…જે નેનો પાર્ટીકલ્સ જ હોય છે !!
જેમ હાલ કોરોનાએ વિશ્વભરમાં આંતક મચાવીને રાખ્યો છે એમ અગાઉ પણ ઘણા વાયરસ, બેક્ટેરિયા કે ફૂગજન્ય બીમારીઓએ કહેર મચાવેલો. પણ આ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા જેટલા બાહ્ય છે એટલા જ આંતરિક પણ છે. આપણા પર્યાવરણમાં 7.7 અબજ જેટલા વાયરસ રહે છે. જે નેનો પાર્ટીકલ્સ જ હોય છે. આપણું શરીર અલગ-અલગ નેનો પાર્ટીકલ્સથી એટલે કે સૂક્ષ્મ કરતાં પણ અતિ સૂક્ષ્મ એવા પરમાણુ ઘટકોથી બનેલું છે. અને આ સૂક્ષ્મ પરમાણું પરનો જીવવિજ્ઞાનિય અભ્યાસ એટલે કે નેનો ટેકનોલોજી. તાજેતરમાં આ નેનો ટેકનોલોજી પર વૈજ્ઞાનિકોએ નવી શોધ કરી અહેવાલ જારી કર્યો છે કે તેઓએ એવા સૂક્ષ્મ પરમાણુઓની શોધ કરી છે કે જે વિભિન્ન રોગની સારવારમાં મોટી મદદરૂપ થશે.
ક્રોએશિયા અને લિથુનીયાના સંશોધનકારોના સહયોગથી સ્વીડનની ઉમીઆ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા પ્રયોગમાં એ જાણવા મળ્યું છે કે આપણાં શરીરના મગજની પેશીઓમાં કેટલીક તકતીની રચનાઓ અટકતા ઘણી બીમારીઓ ઉદભવે છે. અને આ બીમારી એટલે અલ્ઝાઇમર કે જેની સામેના ઈલાજમાં આ નવો શોધાયેલ પરમાણું ઘટક ખૂબ ઉપયોગી નિવડશે. આ પરમાણુ પાર્કિન્સન રોગની સારવારમાં પણ મોટી રાહતરૂપ થશે.
લુડમિલા મોરોઝોવા-રોશે ઉમીઆ યુનિવર્સિટીના પ્રોફેસર્સે જણાવ્યું કે નેનો-કદના પરમાણુઓ શરીરમાં કોઈ ચોક્કસ રાસાયણિક તત્વથી ઉદભવતા રોગો સામે મજબૂતાઈ ભેર લડાઈ આપી શકે છે. આમ, નવો શોધાયેલો પરમાણું ઘટક અનેક બીમારીની સારવાર માટે નવી આશા પૂરી પાડે છે. આ ખરેખર એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે જે ભવિષ્યમાં ન્યુરોોડિજનરેટિવ રોગોની નવી અને કાર્યક્ષમ સારવારનો આધાર બનશે. તેમણે ઉદાહરણ આપતા સમજૂતી આપી કે જ્યારે શરીરમાં પ્રોટીન બનતું અટકે છે ત્યારે તે એમીલોઇડ્સ નામના અદ્રાવ્ય ફાઈબ્રીલ્સ બનાવે છે, જે અલ્ઝાઇમર અને પાર્કિન્સન, કોરિનો ડે એંડ્રેડ અને મેડકાઉ જેવા અનેક ગંભીર રોગોને જન્મ આપે છે. અને એમીલોઇડ એગ્રિગેટ્સ મજ્જાતંતુ કોષોને મારી નાખે છે અને મગજના પેશીઓમાં એમાયલોઇડ તકતીઓ બનાવે છે.
જણાવી દઈએ કે અલઝાઈમર એટલે એવો રોગ જેમાં વ્યક્તિના મજ્જાને નુકસાન થતા યાદશક્તિ ક્ષીણ થઈ જાય છે. બોલવામાં પણ તકલીફ પડે છે. ચીજવસ્તુઓ અને ચહેરો ઓળખવાની ક્ષમતાનો અભાવ. શબ્દો વાંચવામાં મુશ્કેલી, તેમજ કોઈ પણ કારણ વિના નિર્ણય લેવામાં અને સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતામાં પાછળના તબક્કે ઘટાડો થાય છે. જ્યારે પાર્કીન્સન રોગ એટલે કંપ-વાત. સતત ધ્રુજવું અને હલન ચલનમાં તકલીફ પડવી તે આ રોગના મુખ્ય લક્ષણ છે.
સ્વીડનના વૈજ્ઞાનિકોએ આ રોગને નાશ કરતા નવા પરમાણુ ઘટક શોધી કાઢ્યા છે. સંશોધનકારોના જણાવ્યા અનુસાર પરમાણુઓ પહેલાથી રચાયેલ એમાયલોઇડ્સને વિસર્જન કરવામાં સક્ષમ છે. આથી અણુશક્તિ માઇક્રોસ્કોપી અને ફ્લોરોસન્સ તકનીકોનો ઉપયોગ કરીને આ રોગના દર્દીની સારવાર કરી શકાય છે. જો કે આ પહેલાં હજુ વધુ સંશોધનની જરૂર છે. તેમણે જણાવ્યું કે તેઓ બે જુદાં જુદાં પોલિઓક્સોનોબેટ પરમાણુઓ કે જેમનું નામ એનબી 10 અને ટીઆઈબીબી 9 અપાયું છે. તેઓ આ પરમાણું ઘટક સાથે કામ કરી રહ્યા છે. બંને પ્રોટીન સપાટી પર સકારાત્મક ચાર્જ પેચો સાથે આયનીય ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા એસઆઈ 600 એ 9 એમાયલોઇડ્સને અવરોધે છે, જે એમિલોઇડ સ્વ-સંચાલન માટે નિર્ણાયક છે.