શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે છીંકતી વખતે આપણી આંખો કેમ બંધ થઇ જાય છે? શ્વાસ લેવાથી કોઇ ધૂળનો કણ નાકમાં ફસાઇ જાય તો તેને બહાર નિકાળવા માટે છીંક આવે છે.

જો કોઇ મોટી ધૂળની રજકણ ફસાઇ જાય તો માથું ફેફસામાં વધારે હવા ભરાવવા અંગે સંદેશો આપે છે. તે દરમ્યાન આંખો બંધ થઇ જાય છે. પાંપણો નમી જવા માટે  ટ્રાઇમેજિનલ નસ જવાબદાર છે.

આ નસ ચહેરા, આંખ, મોં, નાક તથા જડબાને નિયંત્રણમાં રાખે છે. છીંક આવવા પર મસ્તિષ્ક દરેક પ્રકારના અવરોધો હટાવવા અંગે આદેશ આપે છે. જે આ નસને પણ મળે છે. જેના કારણે આંખો બંધ થઇ જાય છે.

આ બાબત પર સંશોધન પણ કરવામાં આવ્યું છે. જે પ્રમાણે આંખો અને નાક ક્રેનિયલ નસ સાથે જોડાયેલ હોય છે.

છીંક ખાતી વખતે ફેફસા ઝડપી બહાર આવે છે. આ સમયે મસ્તિષ્ક પાંપણોની નસને છીંક ખેંચવાની સિંગ્નલ આપે છે અને આંખો બંધ થઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.