જેમ ઓરલ સેક્સના ફાયદા હોય છે, તેમ તેનાં નુકશાન પણ હોય છે. ઓરલ સેક્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ નથી. સ્ત્રીની યોનીમાં યીસ્ટ ઇન્ફેક્શન થયું હોય તેની સાથે ઓરલ સેક્સ માણવાથી પુરૂષને પણ યીસ્ટ ઇન્ફેક્શન થઈ શકે છે. આ સાથે ઓરલ સેક્સ એક કરતાં વધુ પાર્ટનરો સાથે માણવાથી પણ કેન્સરની સંભાવના વધી જાય છે.

સ્ત્રી પિરિયડ્સમાં હોય અને આ સમયે ઓરલ સેક્સ માણવામાં આવે તો પણ ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. એક સશોધનમાં જાણવા મળ્યું છે કે, મોંના અને ગળાના કેન્સર પાછળ એક કારણ ઓરલ સેક્સ પણ છે. ઓરલ સેક્સના કારણે પૈપીલોમા નામનો કેન્સરનો વાયરસ મોંમાં અને ગળામાં ફેલાય છે. તેનાથી બચવા યુવાનોએ એચપીવી સંક્રમણ રોકવાની રસી લેવાની રહે છે. ઓરલ સેક્સથી કોઇ ભયંકર બિમારી તો નથી થઈ શકતી પરંતુ જો સાફ સફાઇમાં ધ્યાન રાખવામાં ના આવે તો સમસ્યા ચોક્કસ થઈ શકે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.