શનિવારે દીક્ષા અંગીકાર કરશે
વર્ધમાનનગરની આ ધન્ય ધરા પર ફરીથી એક વાર ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે . 42 વર્ષ ના લાંબા સમય બાદ ફરીથી 18 વર્ષનો એક નવ યુવાન નિસર્ગ હિતેનભાઈ શાહ શનિવારનાં રોજ દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યો છે.
આજે સવારે 06.30 કલાકે કરવા કર્મોનું હરણ લઇ લે તું રજોહરણ પર દિલધડક પ્રવચન આચાર્યદેવ શ્રી મદ વિજય હર્ષશીલ સૂરી મ.સા. દ્વારા આપવામાં આવ્યું . જેમાં રજોહરણની મહત્તા સમજાવવામાં આવી. ત્યારબાદ સવારે 09.00 કલાકે શ્રી વર્ધમાનનગર જૈન ઉપાશ્રય ખાતે વિલાસબેન નવીનચંદ્ર મહેતા , દક્ષાબેન કૈલાશકુમાર શાહ, ભાવનાબેન ભરતકુમાર મહેતાના જીવનમાં અનેક સુકૃત્યોની અનુમોદનાર્થે પુત્ર તમારો , સ્વામી અમારો ભવ્યાતિભવ્ય સ્નાત્ર મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં આ પ્રસંગે ખાસ અમદાવાદથી પધારેલ જાણીતા સંગીતકાર શ્રી સની શાહ દ્વારા સંગીત આપવામાં આવ્યું . બપોરે 02:30 કલાકે મહંદી પ્રભુના નામની – મહેંદી રસમ નો કાર્યક્રમ ખૂબ જ ઉલ્લસ પૂર્વક કરવામાં આવ્યો . જેમાં રાજકોટનાં ખૂબ જ જાણીતા મહેદી કલાકાર શ્રી ચંદ્રિકાબેન બ્રિજેશભાઈ હાંસલીયા અને રિધ્ધિબેન રોહિતભાઈ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા મહર્ેંદી મૂકવામાં આવી.
સમગ્ર તમામ ધાર્મિક કાર્યો નૈસર્ગીક નિવેદપ નિર્વાહક , શાસન પ્રભાવક પરમ પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય હર્ષશીલ સૂરીશ્વરજી મહારાજા , પૂ . ગણીવર્ય શ્રી હેમતિલક વિજયજી મ.સા. તથા પર્યાય સ્થવીર પુજય કુમુદચંદ્ર વિજયજી મ.સા. તથા પૂ . તપાગચ્છાધિપતિ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાય વર્તી વાત્સલ્ય નિધી પૂ . સાઘ્વીજીશ્રી નિર્મમાશ્રીજી મ.સા. ના શિષ્યા વિદૂષી પૂ . સા . શ્રી ઈન્દુ રેખાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ . સા . શ્રી નિરાગરેખાશ્રીજી મ.સા. , પૂ.સા. શ્રી દિવ્યગીરાશ્રીજી મ.સા. પૂ સા . શ્રી મોક્ષનંદિતાશ્રીજી મ.સા. આદી ગુરુભગવંતોની નિશ્રામાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યા છે . સાધર્મિક ભકિત સ્થળ શેઠ ઝાંઝણશા ભોજન ખંડ , મોઢ વર્ષીક વિદ્યાર્થી ભવન , સ્થાનકવાસી બોર્ડિંગની સામે રજપૂત પરા , રાજકોટ
આ પ્રસંગ માટે ખાસ http://www.nishudiksha.com ક્ષશતવીમશસતવફ.ભજ્ઞળ નામની ખાસ વેબસાઈટ પણ લોંચ કરવામાં આવેલ છે.