બીજા તબક્કાના મતદાનમાં મતદારોને લાભના લાડવા:મતદાન જાગૃતિની આગવી “પહેલ”
- આજે પાંચ ડિસેમ્બર આખો દિવસ મતદાતાને પેટ્રોલ એક રૂપિયો સસ્તુ આપવાની ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિયેશનની જાહેરાતને અમદાવાદમાં બહોળોજન પ્રતિસાદ
ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં આજે પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાની ત્રણ બેઠકો માટે મતદાનના દિવસે મતદારોમાં ઉત્સાહ વધે, મતદારની ટકાવારી વધે તે માટે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિયેશન દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તારીખ 5 ના રોજ મતદાનના દિવસે મતદાન કરીને આવનાર ગ્રાહકને પેટ્રોલ લીટર એક રૂપિયો સસ્તુ આપવા ની જાહેરાતના પગલેઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલિયમ હિંદુસ્તાન પેટ્રોલિયમ સહિતના કંપનીઓના ડીલરો અમદાવાદ રૂપિયા એક ના ડિસ્કાઉન્ટ સાથે પેટ્રોલ આપવાની સ્કીમનો અમદાવાદ માં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે ઓઢવ ના ભક્તિ પેટ્રોલિયમ વાળા અરવિંદભાઈએ મતદારોને મતદાનનો પવિત્ર અધિકારનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવાની અપીલ સાથે ડિસ્કાઉન્ટ ની જાહેરાત કરવામાં આવી છે.
તેનો લાભ લેવા અનુરોધ કર્યો છે પાંચ ડિસેમ્બરે મતદાનના દિવસે મતદાર ને લીટરે એક રૂપિયાના ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે આ વખતે ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મોટાભાગના વિસ્તારોમાં નીરસ મતદાનની સમસ્યા ચિંતા નું કારણ બન્યું છે ત્યારે બીજા તબક્કામાં અમદાવાદ શહેરના મતદારોને પ્રોત્સાહિત કરવા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિયેશન ની આ જાહેરાતને લોકતંત્ર ના સશક્તિકરણ ના રૂપમાં જોવામાં આવે છે ફેડરેશન ની આ જાહેરાતના પગલે અમદાવાદના ચકોર ગ્રાહકો એ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી હતી આજે આખો દિવસ મતદાન કરીને આવનારને એક રૂપિયા સસ્તુ પેટ્રોલ આપવાની ઈસ્કીને સમગ્ર દેશનું ધ્યાન દોર્યું છે.