નિરાધાર, નિ:સંતાન અને વિધવા માતાઓ લાભ લઈ શકશે: આજથી ફોર્મ વિતરણ શરૂ
પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે રાજકોટ શહેરમાં વસતા નિરાધશર, નિ:સહાય, નિ:સંતાન, ગંગા સ્વરૂપ માતાઓ (વિધવા)ના પિતૃઓનાં મોક્ષાર્થે વિનામૂલ્યે ૧૦૮ પોથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તા.૨૮.૨.૧૯થી તા.૧૨.૩.૧૯ સુધી ભારતના સુપ્રસિધ્ધ યાત્રાધામ બનારસ કાશી ખાતે કરવામાં આવેલ છે.
આ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન પદે રાજકોટ નિવાસે સ્વ. ક્રિના અતુલભાઈ કારીયા પરિવાર બીરાજશે. સપ્તાહના વ્યાસાસને શાસ્ત્રી રમેશભાઈ એમ. જોષી સુંદર શૈલીમાં ભાગવત્ સપ્તાહનું રસપાન કરાવશે. આયાત્રામાં સામેલ થનાર ગંગા સ્વરૂપ માતાઓને અલ્હાબાદમાં કુંભ સ્નાન, અયોધ્યા, છપૈયા, ચિત્રકુટ વગેરેની યાત્રા બસ દ્વારા કરાવવામાં આવશે. આ ભાગવત સપ્તાહનું આયોજન બારનસ (કાશી)માં હોટલ જશલોક રામક્રિશ્ર્ના મિશન લૂક્ષા સામે, વારાણસીખાતે કરવામાં આવેલ છે.
આ યાત્રા ફોર્મનું વિતરર તા.૭.૯થી સવારે ૧૦ થી ૧૨ કલાકે તથા સાંજે ૫ થી ૮ કલાકે સંસ્થાના કાર્યાલય પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરી નં.૯ અ, મિલપરા મેઈન રોડ, રાજકોટ ઉપર શરૂ કરવામાં આવશે. ફોર્મ ભરી પરત કરવાની છેલ્લી તા.૧૦.૧૦ રહેશે.આ યાત્રામાં મર્યાદિત સંખ્યા લઈ જવાની હોય માટે વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ વિતરણ કરવામાં આવશે.
આ માનવ સેવા કાર્યમાં સંસ્થાના કશ્યપભાઈ ભટ્ટ, દેવાંગભાઈ ભટ્ટ, ચિંતનભાઈ રાચ્છ, પાર્થભાઈ દવે, નરેન્દ્રભાઈ ડોડીયા, કિશનભાઈ સુચક, ગુલાબભાઈ સાબરીયા, પંકજભાઈ વ્યાસ, બકુલભાઈ સરવૈયા, દેવશીભાઈ વાડોલીયા, કેતનભાઈ ડોડીયા, તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ એસ.ભટ્ટ મો. ૯૯૨૫૦ ૧૭૮૮૮નો સંપર્ક કરવા જણાવાયું છે.