સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ઓછી ટકાવારી ધરાવતા વિર્દ્યાથીઓને એડમીશન ન અપાતા હોવાથી ફરિયાદ: કુલપતિને આવેદન
બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર યા બાદ કોલેજોમાં એડમીશન લેવા વિર્દ્યાીઓની પડાપડી ઈ રહી છે. ત્યારે શહેરની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ઓછી ટકાવારી ધરાવતા વિર્દ્યાીઓને એડમીશન ન અપાતી હોવાની ફરિયાદ સો આજે એનએસયુઆઈના આગેવાનોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હંગામો મચાવી દીધો હતો. આ મામલે યોગ્ય કરવા કુલપતિને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.
એનએસયુઆઈ દ્વારા કુલપતિને પાઠવેલા આવેદનમાં જણાવાયું હતું કે, ગુજરાત સરકાર સૌને ભણવાનો અધિકાર છે તેવી વાતો કરી રહી છે જયારે બીજીબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં એડમીશન લેવામાં વિર્દ્યાીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. શહેરની મોટાભાગની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો વિર્દ્યાીઓને ઓછા માર્ક હોવાના બહાને એડમીશન આપવામાં ધાંધીયા કરી રહી છે ત્યારે ઓછા માર્ક ધરાવતા વિર્દ્યાીઓને ભણવાનો અધિકાર ની ? તેવો સવાલ પણ એનએસયુઆઈના આગેવાનોએ કુલપતિને કર્યો હતો.
આ ઉપરાંત યુનિવર્સિટીમાં આગામી ૨૧મી જૂને વિશ્ર્વ યોગ દિવસે સામૂહિક યોગનું આયોજન કરાયું છે. જે અંતર્ગત હાલ યુનિવર્સિટીમાં ચાલુ દિવસોમાં પણ કર્મચારીઓને ૨ કલાક ફરજીયાત યોગની પ્રેકટીસ કરવા બોલાવવામાં આવે છે. જેના કારણે જુદા જુદા કામ ર્એ યુનિવર્સિટી આવતા વિર્દ્યાીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. તેી યોગનો સમય વહેલી સવારનો કરવા અવા સાંજે કરવામાં આવે તેવી પણ માંગણી એનએસયુઆઈ દ્વારા કરી છે.
કોલેજોમાં એડમીશન અને યોગના મુદ્દે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં પ્રદેશ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ, શહેર પ્રમુખ જયકિશનસિંહ ઝાલા, સુરજ ડેર, મયુર વાંક, કરણ લાવડીયા, નિલુ સોલંકી, હર્ષદિપસિંહ જાડેજા, ‚તુરાજસિંહ રાણા વગેરે ઉપસ્તિ રહ્યાં હતા.
સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ઈન્ટેક વધારવા આચાર્યોને સુચના આપી છે: કુલપતિ ઓછી ટકાવારી ધરાવતા વિર્દ્યાીઓને સરકારી તા ગ્રાન્ટેડ કોલેજોમાં એડમીશન ન અપાતા હોવાની એનએસયુઆઈ દ્વારા આજે કુલપતિને રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના પ્રિન્સીપાલ સો ખાસ બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં તમામ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં વિર્દ્યાીઓની નિર્ધારીત સંખ્યા કરતા ૨૫ ટકા ઈન્ટેક વધારવાની સુચના આપી દેવામાં આવી છે.
હવે દરેક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં સરકારના નિયમ મુજબ જેટલી સીટો જે તે કોર્ષમાં અમલી છે તેમાં હવે ૨૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યો છે અને આ સમગ્ર મામલે કોલેજોમાં હવે વધુ વિર્દ્યાીઓને સમાવવા માટે ૨૫ ટકા સીટ પણ વધારવામાં આવી હોવાનો પરિપત્ર પણ આચાર્યોને યુનિવર્સિટી દ્વારા મોકલી દેવામાં આવશે તેમ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું.