રાજકોટ લોહાણા મહાજન દવારા ક્રિકેટર ચેતેશ્વર પુજારાનું સન્માન કરવામાં આવ્યું
રાજકોટના વતની અને ભારતીય ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સમગ્ર દેશ અનવ વિદેશથી તેમની પ્રસંશા કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મહાજન સંસ્થા દવારા ચેતેશ્વર પુજારા માટે ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાજન સંસ્થાના પ્રમુખ રાજુભાઈ સહિત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, અને અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો. ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું હતું કે, શિસ્ત, નિશ્ચય અને સમર્પણ એ સફળતાની ચાવી છે જેને દરેક વ્યક્તિએ અનુસરવી જોઈએ.
સન્માનિત થયેલા ચેતેશ્વર પુજારાએ હર્ષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે તેનો અનેરો આનંદ છે. એટલુંજ નહીં ભારે ઉત્સાહ સાથે ચેતેશ્વર પૂજરાએ જણાવ્યું હતું કે, ભારત વતી 100 ટેસ્ટ મેચ રમી એ મારા અને પરિવાર માટે ગર્વની વાત છે. આ સાથે જ લોહાણા સમાજ દ્વારા તેમનું જે સન્માન થયુ છે. તે બદલ ચેતેશ્વર પુજારા એ ખુશી વ્યક્ત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના ધ વોલ ગણાતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાનું આજે રાજકોટમાં સન્માન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પુજારા જે જ્ઞાતિમાંથી આવે છે તે લોહાણા સમાજ દ્વારા આજે તેમનું ખાસ સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ શહેરની કે.કે.વી હોલ નજીક આવેલા કેસરિયા લોહાણા સમાજની વાડીમાં રાખવામાં આવી હતો. આ સન્માન સમારોહમાં ચેતેશ્વર પુજારા તેમની પત્ની પૂજા પુજારા તેમજ તેમના પિતા અરવિંદ પુજારા સાથે અહીંયા પહોંચ્યો હતો.
લોહાણા સમાજના જ્ઞાતિ અગ્રણીઓએ ચેતેશ્વર પુજારાનું ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બદલ ચેતેશ્વર પુજારાએ ખુશી વ્યક્ત કરી હતી. ચેતેશ્વર પુજારા ઉપરાંત તેમના પત્ની પૂજા પુજારાનું પણ લોહાણા સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું. તેમના પિતા અરવિંદ પુજારાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે લોહાણા સમાજના અગ્રણીઓએ ચેતેશ્વર પુજારાની ખૂબ પ્રશંસા કરી હતી. પોતાના સમાજનું ગૌરવ હોવાની વાત કાર્યક્રમમાં ઉપસ્થિત લોહાણા સમાજના અગ્રણીઓ એ કરી હતી. તો ચેતેશ્વર પુજારાએ પણ પોતાના જ્ઞાતિ વિષય પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
લોહાણા સમાજના આ કાર્યક્રમમાં રાજકોટ લોહાણા સમાજના અગ્રણીઓ તેમજ રાજકોટ લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ચેતેશ્વર પુજારાને નજીકથી જોવા જ્ઞાતિના લોકો ઊંમટી પડ્યા હતા. ચેતેશ્વર પૂજારાની એક ઝલક જોઈ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ લોકો ખુશ થઈ ગયા હતા. ચેતેશ્વર પુજારાએ પણ આ માટે સૌ લોકોના આભાર માની ખુશી વ્યક્ત કરી હતી.
કોઈપણ ક્રિકેટર માટે દેશનું પ્રતિનિધિત્વ કરવું એ ગૌરવની વાત
ભારતીય ટેસ્ટ ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ ક્રિકેટર માટે દેશનું પ્રતિનિધિત્વ કરવું એ ગૌરવની વાત છે ત્યારે તેના દ્વારા જે પ્રદર્શન કરી પોતાનું અને પરિવારનું નામ જે રોશન કરવામાં આવ્યું છે તેમની પાછળ પરિવારનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે. એટલું જ નહીં તેઓએ પોતાના સમાજનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે તેના કારણે જ તે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શક્યો છે સાથોસાથ આજના સમયમાં પણ તેના ફ્રેન્ડ તેને લેટર લખી અવારનવાર સન્માનિત અને પ્રોત્સાહિત કરી રહ્યા છે જે તેની એક મોટી શક્તિ છે.