કોરોના વાયરસના દર્દીઓ સાથ થવાના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં પણ તબીબો, નર્સિસ અને હોસ્પિટલ સ્ટાફની સફળ કામગીરી બદલ કોરોના વાયરસના દર્દીઓ સાજા થવાના કિસ્સોઓ સામે આવ્યા છે. રાજકોટની ક્રાઇસ્ટમલ્ટી સુપર સ્પરિયાલીસ્ટ હોસ્પિટલમાં સફળ સારવારના પરિણામે કોરોના પોઝિટીવ દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જય સાથેરઠીયાને નિમોનીયોની સારવાર માટે ૨૯ માર્ચના રોજ ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશાયાલીટી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જેમાં કોવિડ-૧૯ના રીપોર્ટ પોઝીટીવ આવતા આઇસાથેલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. ઉતરોતર તાવ અને ખાસીના પ્રમાણમાં શરૂઆતનાં સમયમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ સ્થિતિમાં સુધારો થયો અને ૧૪ દિવસ બાદ પણ ત્રણ વખત એમના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓની સારવાર ચાલુુ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ તા.૧૮ એપ્રિલ અને ૧૮ એપ્રિલના રીપોટસ્ નેગટીવ આવતા તેમને ૨૦ માર્ચના રોજ ૨૩ દિવસનો સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયેરકટર ફાધર જોમોન થોમ્મના દ્વારા આઇસાથેલેશનની નિષ્ણાંત કિટીકલ કેર યુનિટ ની ટીમ ડો. તેજસ ચૌધરી, ડો. વિરુત પટેલ, મેડીકલ ઓફીસરો તેમજ મેડીકલ તથા પેરા મેડિકલ સ્ટાફની કામગીરીને બિરાદાવેલ છે. તેમજ કાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશોયાલીટી હોસ્પિટલના ડાયરેકટર મધર જોમોન થોમ્મનાએ જણાવેલ મુજબ સમગ્ર જનતાને આ વૈશ્ર્વિક મહામારીના સમયમાં ખુબજ ધિરજ અને સાવચેતોથી તેમજ સરકારના આદેશ મુજબનું પાલન કરી આપણે સૌએ આ કોવિડ-૧૯નો બિમારીને હરાવવામાં મદદ કરવામાં અપીલ કરેલ છે.