કોંગ્રેસના ૧૬ સભ્યોએ અવિશ્ર્વાસની દરખાસ્ત કરતા ખળભળાટ.

નગરપાલિકાની ચૂંટણી વેળાએ ભાજપના સૂપડાં સાફ કરીને સતાના સૂત્રો હાંસલ કરીને ધોરાજી નગરપાલિકામાં સતા ઉપર આવેલ કોંગ્રેસનું ઘર સળગી ઉઠવા પામ્યું છે.

ધોરાજી નગરપાલિકા કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી સાથે જ નગરપાલિકા પ્રમુખની તાજપોશી ડી.એલ. ભાષાના શીરે કરવામાં આવી હતી.ડી.એલ.ભાષા પ્રમુખ બન્યા બાદ બે જ મહિનામાં તેમની સામે કોંગ્રેસના ૧૬ જેટલા સભ્યોની સહીથી અવિશ્ર્વાસનો પ્રસ્તાવ રજૂ કરતાં કોંગ્રેસનું ઘર સળગી ઉઠવા પામ્યું છે.આ સાથે જ પ્રમુખ સામે અવિશ્ર્વાસનો પ્રસ્તાવ રજૂ કરનાર સભ્યો નગરપાલિકા પ્રમુખ સામે પોતે પોતાની મનમનાની ચલાવતા હોવાના આક્ષેપો પણ કર્યા હતાં.

નગરપાલિકામાં અવિશ્ર્વાસનો પ્રસ્તાવ રજૂ કરતી વેળાએ સભ્યોએ ૧૫ દિવસમાં બેઠક બોલાવવાની હોય છે.ત્યારે આગામી દિવસોમાં મળનારી બેઠકમાં અસંતુષ્ટ સભ્યોનો અવિશ્ર્વાસનો પ્રસ્તાવ પસાર થશે કે નહીં તે જોવાનું રહ્યું…!

ધોરાજી નગરપાલિકાના કારોબારી ચેરમેન જગદીશભાઈ એચ. રાખોલીયાની આગેવાનીમાં ધોરાજી પાલિકાના અધ્યક્ષ શ્રીને અવિશ્વાસ પ્રસ્તાવ મોકલીને જણાવ્યુ છે કે પાલિકાના વર્તમાન અધ્યક્ષ ડી.એલ. ભાષાની એક હથ્થુ કામગીરીથી નારાજ થઈને તેમને અધ્યક્ષના હોદા પરથી દૂર કરવા માટે ગુજરાત મ્યુ. એકટ કલમ ૩૬ મુજબ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરીએ છીએ. જેની ચર્ચા વિચારણા કરવા અને અવિશ્વાસ દરખાસ્ત મંજુર કરવા માટે સામાન્ય સભા યોજવા માંગણી કરી છે.

અવિશ્વાસની દરખાસ્ત જગદીશભાઈ એચ. રાખોલીયા,ઉપ પ્રમુખ મકબુલભાઈ મહમદભાઈ ગરાણા ઉપરાંત બીન્ટુબેન સંજયભાઈ ઠેસીયા, પીન્ટુબેન ઉમેશભાઈ ભાલોડીયા, દિલીપકુમાર મોહનલાલ જાગાણી, ઈલાબેન બાવનજીભાઈ માવાણી, જાગૃતિબેન ધર્મેન્દ્રભાઈ રાજ્યગુરૂ, અમિષ કરશનભાઈ અંટાળા, પ્રફુલ વલ્લભભાઈ વઘાસીયા, દિનેશ છગનભાઈ વોરા, જ્યોત્સનાબેન અનિલભાઈ ટોપીયા, જીતેન્દ્રભાઈ મેરામભાઈ ચૌહાણ, ઝુબેદાબેન નુરમામદભાઈ કારવા, , જેતુન મહમદભાઈ સંધી, મેમુદાબેન ઈકબાલશા ફકીર અને ઈમ્તીયાઝભાઈ ઈબ્રાહીમભાઈ પોઠીયાવાલાએ આ અવિશ્વાસની દરખાસ્ત કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.