15 અને 16 જૂને રેન્જ આઈ.જી.ની સુરેન્દ્રનગરની મુલાકાત બાદ ઉચ્ચતર કક્ષાના અધિકારીઓની પણ બદલી થવાના નિર્દેશ
જિલ્લા માં ફરજ બાજવતા પોલીસ કર્મીઓ માં બદલીઓ ની રાહ જોવાઈ રહી છે – અનેક પી.આઈ અને પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓએ જિલ્લા ટ્રાસ્ફર બદલીઓ માગી છે.તાજેતરમાં ઝડપાયેલી જુગાર કલબના કારણ એલસીબીનું વિસર્જન કરવામાં આવ્યાની ચર્ચાએ ચકચાર જગાડી છે. અત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની કચેરી માં માત્ર 3 ડ્રાઇવર અને એક પી.આઇ બચ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કર્મચારીઓની એક સાથે બદલીઓ કરી નાખવામાં આવતા પોલીસ ચકચાર મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને અચાનક છુટા કરી દેવામાં આવ્યા છે અને અન્ય જગ્યાઓ પર બદલીઓ કરી અને મૂકી દેવામાં આવ્યા છે આ નિર્ણય સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે અને આ નિર્ણયનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવે તે અંગે સુચના આપી દેવામાં આવી છે.
ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક સાથે પાંચ પોલીસ કર્મચારીઓની બદલી કરી અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવ્યા છે તાત્કાલિક છુટા કરીને હાજર થવાના નિર્દેશો આપી દેવામાં આવ્યા છે હવે આ કયા કારણોસર આ તમામ લોકોની બદલી કરવામાં આવી છે તે એક સવાલો ઊભા થઈ રહ્યા છે જિલ્લા પોલીસ વડા દ્વારા આ તાત્કાલિક નિર્ણય કરી અને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ઓફિસમાં ત્રણ ડ્રાઇવર અને એક પીઆઇ ચાર લોકો જ બચ્યા હોવાનું સામે આવ્યું છે.
ત્યારે અત્યાર સુધી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં એટેચ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને પણ છુટા કરી દેવામાં આવ્યા છે ઉલ્લેખનિય જગ્યાએ છેલ્લા ત્રણેક વર્ષથી લોકલ ક્રાઈમ બ્રાંચમાં એટેચ તરીકે અનેક કર્મચારીઓ ફરજ બજાવતા હતા અને સારી એવી ફરજ બજાવતા હતા તે છતાં પણ તેમની અટેચ છુટા કરી અને જે તે પોલીસ સ્ટેશનમાં જ્યાં તેમનું સ્થાન છે ત્યાં તાત્કાલિક મોકલી આપવામાં આવ્યા છે અને આ પ્રકારનો નિર્ણય જિલ્લા પોલીસ વડાએ કરતાં પોલીસ બેડામાં પણ આ બાબતે ચર્ચા ફેલાઈ છે.
ત્યારે આ અંગે નિર્ણય કર્યા બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ માં ફરજ બજાવતા કર્મચારીઓએ ટૂંકી મીટીંગ કક્ષાના અધિકારીઓ સાથે કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે અને આ વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે બપોરના સમયે ઓર્ડર કરવામાં આવ્યા અને સાંજે તમામને છૂટા કરી અને હાજર થવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે હવે આ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કર્મચારીઓને અચાનક કેમ છુટા કરી નાખવામાં આવ્યા અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું છતાં પણ કેમ બદલીઓ કરી નાખવામાં આવી તેની સામે કેટલાક સવાલો જિલ્લા પોલીસ સામે પણ ઊભા થઈ રહ્યા છે.રેન્જ આઇ.જી. તા.1પ અને 16 સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે એલસીબીના વિર્સજન બાદ વધુ બદલી થવાના નિર્દેશ મળી રહ્યા છે.
મોટાભાગના એટેચ કર્મીઓથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ચાલતી હતી – હવે માત્ર 4નો સ્ટાફ કચેરીમાં બચ્યો
ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી અને લોકલ ક્રાઈમ બ્રાંચ માં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓને છૂટા કરી નાખવામાં આવ્યા છે હવે માત્ર ત્રણ ડ્રાઇવર અને એક પીઆઇ કક્ષાના અધિકારી લોકલ ક્રાઈમ બ્રાંચમાં બચ્યા છે તેને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા અનેક સમયથી એટેચ કર્મચારીઓથી ચાલતી હતી ત્યારે આ એટેચ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવતા હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાલી થઈ ગઈ હોય તેવું કહી શકાય ત્યારે આગામી સમયમાં નવા લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં સ્ટાફની નિમણૂક થશે તે અંગે પણ કેટલીક ચર્ચાઓ વહેતી થઈ છે ત્યારે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હવે કોને લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં મૂકે છે તેની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવા ઈચ્છતા પોલીસ કર્મીઓની યાદીઓ મંગાવવામાં આવી
એક સાથે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓને છૂટા કરી અને બદલીઓ કરી નાખવાનો નિર્ણય જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે જોકે આ નિર્ણયને લઈ અને જિલ્લા પોલીસની ઉપર લેવલે કેટલીક ટીકાઓ થઈ રહી છે જોકે આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ખાલી થઈ ગઈ હોવાના મામલે તાત્કાલિક નવી ટીમો ઊભા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની યાદી મંગાવવામાં આવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ માં ફરજ બજાવવા ઈચ્છુક ઉમેદવારોની યાદીઓ તૈયાર કરવામાં આવી છે અને હવે કોને આ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવવાનો મોકો મળી શકે છે અને જિલ્લા પોલીસવડા કોને આ મોકો આપે છે તેની સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.