પરિવાર સાથે ક્રિકેટ, ડ્રોઈંગ સહિતની પ્રવૃતિ કરી: હર્ષોલ્લાસભેર દિવસ પસાર કર્યો
વિશ્ર્વ આખામાં કોરોનાનો કહેર જે રીતે પ્રસરી રહ્યો છે તેને જોતા ભારતભરમાં એક દિવસીય જનતા કફર્યુની અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી જેને લોકો દ્વારા જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. જનતા કફર્યું પહેલા લોકોમાં અસમંજસની સ્થિતિ પ્રવર્તીત થઈ હતી અને પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થયો હતો કે, બાળકોને તે દિવસ કેવી રીતે પસાર કરાવવો ? ત્યારે પરીવાર અને બાળકોના માતા-પિતાની સજાગતા જોતા બાળકોને ઘરની અંદર જ તેઓને ગમતી તમામ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી જેમાં નાના બાળકો ક્રિકેટ, ડ્રોઈંગ, ડાન્સ જેવી અનેકવિધ પ્રવૃતિ કરી હર્ષોલ્લાસભેર દિવસ પસાર કર્યો હતો. એક તરફ સમગ્ર શહેર કફર્યુ હેઠળ નજર પડયું હતું ત્યારે બીજી તરફ ઘરમાં લોકો આનંદીત અને પુલકીત થઈ દિવસને પસાર કરી કોરોના અંગેની તમામ માહિતીઓ મેળવતા હતા.
‘અબતક’ દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે, નાના બાળકો તેમના પરીવાર સાથે સમય વિતાવવામાં ઘણો આનંદ મેળવ્યો હતો અને મહિનામાં એક વખત આ પ્રકારે બંધ રાખવાની પણ સરકારને અપીલ બાળકો દ્વારા કરવામાં આવી હતી. માતા-પિતાએ માહિતી આપતા એમ પણ જણાવ્યું હતું કે, વિશ્ર્વ આખામાં જે રીતે કોરોનાને લઈ લોકો ભયભીત થઈ રહ્યા છે તેનાથી બાળકોને દુર રાખવા માટે અનેકવિધ ઉકિત અપનાવવામાં આવી છે જેથી બાળકોમાં કોરોનાને લઈ માહિતી પણ મળતી રહે અને ડર પણ તેમનામાં ન વ્યાપે.
આ પ્રસંગે સમગ્ર શહેરમાં નાના બાળકો જે રીતે કિલકિલાટ કરતા નજરે પડયા હતા તેનાથી શહેરમાં એક અનેરો માહોલ પણ સ્થાપિત થયો હતો.
ફલેટમાં રહેતા પરીવારો અને તેમના પાડોશીઓ સાથે લોકો અને તેમના બાળકોએ અનેકવિધ પ્રવૃતિઓ કરી બંધને સમર્થન આપ્યું હતું ત્યારે બીજી તરફ રવિવારનો દિવસ કે જે જનતા કફર્યું તરીકે મનાવવામાં આવ્યો હતો તેનાથી પ્રદુષણ લેશમાત્ર જોવા મળ્યું હતું અને જાણે કુદરતનો વાસ પણ રવિવારનાં રોજ દેખાયો હતો ત્યારે લોકોનું માનવું છે કે, મહિનામાં એક દિવસ શહેરમાં આ રીતે બંધ પાળવું જોઈએ અને પરીવાર સાથે સમય પસાર કરવો જોઈએ. આજની ભાગદોડવાળી જિંદગીમાં કુટુંબ તેના પરીવારને સમય નથી આપી શકતા અને જે રીતે બાળકોનો વિકાસ થવો જોઈએ તે પણ થઈ શકતો નથી પરંતુ કોરોના વાયરસના પગલે સમગ્ર ભારતભરમાં એક દિવસ માટે જે જનતા કફયર્ર્ુ માટેની અપીલ કરવામાં આવી હતી તેનો જબ્બર પ્રતિસાદ લોકો દ્વારા મળ્યો હતો અને તમામ લોકોએ પરીવાર સાથે સમય પણ પસાર કર્યો હતો. આ જનતા કફર્યું ખરાઅર્થમાં બાળકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો હોય તેવું લોકો દ્વારા માનવામાં આવી રહ્યું છે.