હાઇસીકયોરીટ નંબર પ્લેટ અંગે લોકોનાં વિવિધ પ્રશ્ર્નો છે. જેમાં નંબર પ્લેટના નંબર પરના કલર ઉખડી જવાથી નંબર દેખાતા નથી. ઉપરાંત નંબર પ્લેટ ઝાંખી પડી જાય છે. જેથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે વાહન ચાલકો એ દંડ પણ ભરવો પડે છે.
આ મામલે જયભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે બે વર્ષથી તેવોએ આ નંબર પ્લેટ લગાવી છે. તેઓની નંબર પ્લેટનાં અક્ષર જે આછા થઇગયા છે જેથી પોલીસ પણ ઘણીવાર રોકે છે. આર.ટી.ઓ. માં તેઓએ કોઇ જ પ્રકારની અરજી કરેલી નથી. તેઓના મતાનુસારા જુની નંબર પ્લેટ વધુ યોગ્ય હતી.
અબતક સાથેની વાતચીતમાં શૈલેશભાઇએ જણાવ્યું કે પ વર્ષથી તેઓએ બાઇક લીધેલ છે. જેમાં નંબર પ્લેટ પણ પ વર્ષથી આવેલ છે. તેઓએ આર.ટી.ઓ. માં નંબર પ્લેટ અંગે કોઇપણ પ્રકારની જાણ કરેલી નથી.
રીક્ષા ચાલક કિશોરભાઇએ જણાવ્યું કે તેમણે પ વર્ષથી નંબર પ્લેટ લગાડેલી છે. કિશોરભાઇએ આર.ટી.ઓ. ને કોઇપણ પ્રકારની જાણ કરી નથી.
રીક્ષાચાલક અફઝલભાઇએ અબતકને જણાવ્યું કે તેઓએ પ વર્ષથી આ નંબર પ્લેટ લગાવેલી છે. તેઓને કોઇએ કયારેય રોકવા નથી પરંતુ પોલીસ દ્વારા નંબર પ્લેટ રીન્યુ કરવા સુચન કરેલ છે. અફઝલભાઇએ પોતે પણ નંબર પ્લેટને કલર કરેલ હતો પરંતુ તે પણ ઉખડી ગયો હતો.
નરેલભાઇએ પોતાની કારની નંબર પ્લેટ વિશે જણાવ્યું એક વર્ષથી તેઓની નંબર પ્લેટ એકદમ સફેદ છે. કલર વગરની નંબર પ્લેટના કારણે તેઓ જયારે મહારાષ્ટ્ર ગયા ત્યારે પણ તકલીફ થઇ હતી. ઉપરાંત ચલણ કાઢવા માટેની પણ વાત કરી હતી. આર.ટી.ઓ. ઓફીસરને કોઇપણ પ્રકારની અરજી કરેલી નથી.
આર.ટી.ઓ. ઓફીસર જે.વી. શાહ એ જણાવ્યું હતું કે અગાઉના સમયમાં આવી બાબત માટેની તેઓને રજુઆત મળેલી હતી. એન.એસ.આર.પી. નું હોર્ષ ટેપીંગ કે જે બ્લેક કલરથી થતું હોય છે. તે ઓછું થઇ જાય છે. અથવા તો સંપૂર્ણ પણે સફેદ થઇ જાય છે. ઘણા સમય પહેલા પ્રશાસને નિર્ણય લઇ લીધો છે કે કોઇપણ અરજદારની નંબર પ્લેટ સફેદ થઇ ગઇ હોય તો વિના મૂલ્યે આર.ટી.ઓ. કચેરીમાં વાહન માલીકોના પોતાના અનુકુળ સમયે હોર્ષ ટેપીંગ એટલે કે ફરી પાછુ બેકનીંગ કરી આપશે. જુના વાહનો કે જે ૨૦૧૩ પહેલા રજીસ્ટડ થયા છે. તે જુના વાહનોમાં પણ એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાડવાનું ફરજીયાત કરેલ છે. તે માટેની છેલ્લી તારીખ ૧પ ફેબ્રુઆરી રહેશે. બાદ વધુ વિગમાં તેવોએ લાયસન્સ અંગે પણ તેઓએ માહીતી આપી છે. ડ્રાઇવીંગ લાયસન્સ માટે પહેલા નિયમ મુજબ એમ હતું કે ૩૦ દિવસ પહેલા લાયસન્સ રીન્યુ થઇ શકતું, હવે ગુજરાત સરકારે એક સારી વ્યવસ્થા કરી છે કે કોઇપણ વ્યકિત ૩૬૫ દિવસ એટલે કે ૧ વર્ષ પહેલા પણ તેનું લાયસન્સ રીન્યુ કરાવી શકશે. મુખ્ય વાત એક વર્ષ પહેલા લાયસન્સ રીન્યુ કરાવવા આવશે. તે દિવસથી આગળના નિયમ મુજબ વેલીડીટી મળશે. ખાસ એક બાબત એ જણાવી કે લાયસન્સ એકસ્પાયર થયાના ૩૦ દિવસ સુધી તેની વેલીડીટી કાયદેસર રીતે માન્ય છે.