જિંગાડાને જો ભારતને સોંપવામાં આવે તો દાઉદ ઇબ્રાહીમના ઠેકાણાની જાણ થાય જેને પગલે પાક. હવે જિગાડાને તેનો નાગરિક પુરવાર કરવા માગે છે
પાકિસ્તાને છોટા શકીલના સાથ અને કુખ્યાત ગેગસ્ટર મુદસ્સર હુસેન સૈયદ ઉર્ફે મુન્ના જિગાડા (ઉ.વ.૫૦) ની કસ્ટડી માટે થાઇલેન્ડની એક કોર્ટમાં અપીલ કરી છે. પાકિસ્તાનનો દાવો છે કે મુદસ્સર હુસેન સૈયદ પાકિસ્તાનનો નાગરીક છે આ કોર્ટ અગાઉ ભારતના પક્ષમાં ચુકાદો આપી ચુકી છે. અને ગેગસ્ટરને ભારતને સોપી દેવાનો આદેશ પણ આપી ચુકી છે.
કોર્ટે ઓગષ્ટમાં જિંગાડાને ભારતીય નાગરીક હોવાનું જણાવતા તેને ભારતને સોંપવાનો ફેંસલો કરાયો હતો પાકિસ્તાને કોર્ટના આ ફેસલા સામે ગત મહીને અપીલ કરી છે. મુળ મુંબઇના જોગેશ્ર્વરી વિસ્તારનો રહેવાસી જિંગાડાએ છોટા શકીલના ઇશારે ર૦૦૦ માં છોટા રાજન પર હુમલો કર્યો હતો.
આ ઘટના બાદ જિંગાડાની ધરપકડ કરવામાં આવી હતી તેને ૧૦ વર્ષની સજા થઇ હતી. ૨૦૧૨માં સજા પુરી થતાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તેની નાગરીકતાને લઇ જંગ ચાલી રહ્યો છે. સૂત્રો ના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને તાજેતરમાં કરેલી અપીલને પગલે આ જંગ વધુ લાંબી ચાલી શકે છે.
એક સીનીયર પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણણુ અમને એવી માહીતી મળી છે કે પાકિસ્તાનના જુઠ્ઠા અને બે બુનિયાદ કાગળના સહારે જિંગાડાને પોતાનો નાગરીક પુરવાર કરી રહ્યું છે. તો આપણે પણ કોર્ટ સામે તેમના બાળપણ ના ફોટા અને ડીએનએ રિપોર્ટ જેવા મહત્વના પુરાવા કોર્ટ સામે રજુ કર્યા છે. જેને પગલે કોર્ટને સંતોષકારક પુરવા મળતા તેણે ભારતના હકમાં ફેંસલો સંભળાવ્યો.
જિંગાડાને જો ભારત લાવવામાં આવે છે તો ભારતને દાઉદ ઇબ્રાહીમ કયાં છે તેની શોધ કરવી આસાન બની રહેશે. એક ગુપ્તસુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન જિંગાડાને પોતાનો નાગરીક પુરવાર કરવાની મરણ તોલ કોશિષ કરી રહી છે. તેનું એક માત્ર કારણ એ જ છે કે દાઉદ ઇબ્રાહીમ પાક.માં છુપાયેલો છે. અને તેની હકીકત દુનિયા સામે સાબિત ન થાય માટે તે આ હરકત કરી રહ્યું છે.