• પીવી સિંધુ બેડમિન્ટનમાં વુમન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર: સાત્વિક-ચિરાગની જોડી મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં હારી
  • મનુ પાસેથી ફરી એકવાર વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે: આજે 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશનમાં ભાગ લેશે

બુધવારે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ તો મળ્યો પણ બીજી ચાર ઇવેન્ટમાં ભારતને નિરાશા મળી છે. શૂટર સ્વપ્નિલ કુસાલે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનની મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્વપ્નીલે કુલ 451.4 પોઇન્ટ્સ મેળવ્યા છે. ખાસ વાત એ છે કે આ વર્ષના ઓલિમ્પિકમાં અત્યાર સુધી ત્રણેય મેડલ માત્ર શૂટિંગ ઈવેન્ટ્સમાં જ જીત્યા છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં વુમન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા બાદ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે.ભારતીય હોકી ટીમને પૂલ-બીમાં બેલ્જિયમ સામે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.પ્રિયંકા ગોસ્વામી 20કિમી મહિલા રેસ વોકમાં મેડલ મેળવવાથી ચૂકી ગઈ. પ્રવીણ જાધવ પુરુષોની વ્યક્તિગત તીરંદાજી મેચના રાઉન્ડ ઓફ 64માં હાર્યા બાદ બહાર થઈ ગયો. નિખત ઝરીન મહિલાઓના 50 કિગ્રાના રાઉન્ડ ઓફ 16માં વુ યુ સામે હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. સાત્વિક-ચિરાગની જોડી મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી બે મેડલ જીતનારી મહિલા શૂટર મનુ ભાકર પેરિસ ગેમ્સના સાતમા દિવસે શુક્રવારે 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશનમાં ભાગ લેશે. મનુ પાસેથી ફરી એકવાર વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. એચએસ પ્રણયને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનની નજર સેમિફાઇનલમાં પહોંચવા પર હશે. ભારતીય પુરૂષ હોકી ટીમ પણ તેની અંતિમ ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

આજે સેન મેડલની નજીક પહોંચવાનું લક્ષ્ય રાખશે

બેડમિન્ટનમાં ભારતની સૌથી મોટી આશાઓ પૈકીના એક લક્ષ્ય સેન સેમિફાઈનલમાં પહોંચવા પર નજર રાખશે. જો લક્ષ્ય ક્વાર્ટર ફાઈનલના પડકારને પાર કરવામાં સફળ રહેશે તો તે મેડલની નજીક આવશે. જો લક્ષ્ય આ મેચ પછી આગામી મેચ જીતવામાં સફળ રહે છે તો તેને ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત રહેશે. જો તેમની સફર સેમિફાઇનલમાં સમાપ્ત થાય છે તો તેણે બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે.

20 કિમી વોક રેસમાં ભારતનો કંગાળ દેખાવ

ભારતની રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવતી મહિલા એથ્લીટ પ્રિયંકા ગોસ્વામી પેરિસ ઓલિમ્પિક્સમાં મહિલા 20 કિ.મી રેસમાં 41માં ક્રમે રહી હતી. અગાઉ દિવસના પ્રારંભે ભારતના પુરૂષ રનરનો પણ કંગાળ દેખાવ રહ્યો હતો. વિકાસ સિંઘ અને પરમજીત સિંઘ પુરૂષ 20 કિ.મી. વોક રેસમાં અનુક્રમે 30 અને 37માં ક્રમે રહ્યા હતા. એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા રહેલી પ્રિયંકાએ એક કલાક, 39 મિનિટ અને 55 સેક્ધડનો સમય લીધો હતો જે તેના સિઝના શ્રેષ્ઠ 1:29:48ના સમય કરતા 10 મિનિટ વધુ હતો. વર્તમાન એશિયન ચેમ્પિયન ચીનની યાંગ જિયાયુએ (1:25:54) ગોલ્ડ, સ્પેનની મારિયા પેરેઝે (1:26:19) સિલ્વર તથા ઓસ્ટ્રેલિયાની જેમિમા મોન્ટેગે (1:26:25) બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વરસાદને પગલે પુરૂષોની વોક રેસ શરૂ થવામાં અડધો કલાકનો વિલંબ થયો હતો. વિકાસે 1:22:36નો સમય લીધો હતો જ્યારે પરમજીતે 1:23:48ના સમયમાં રેસ પૂરી કરી હતી. ઈક્વાડોરનો બ્રાયન પિંટાડો (1:18:55) ગોલ્ડ, બ્રાઝિલનો કાયો બોનફિમ (1:19:09) સિલ્વર અને વર્લ્ડ ચેમ્પિયન સ્પેનનો અલ્વારો માર્ટિન (1:19:11) બ્રોન્ઝ વિજેતા રહ્યો હતો.

ભારતીય હોકી ટીમ વાપસી કરવા માંગશે

ભારતીય પુરૂષ હોકી ટીમ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી અજેય રહી હતી પરંતુ બેલ્જિયમે પુલ બીમાં તેનું અભિયાન અટકાવી દીધું હતું. ભારત પહેલેથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે અને ટીમ નોકઆઉટ રાઉન્ડ પહેલા વાપસી કરવા માંગશે. ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયા સામે પોતાની ભૂલો સુધારવાની તક હશે.

બોક્સર નિખત ઝરીનનો આઘાતજનક પરાજય

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત માટે ગુરુવારનો દિવસ આઘાતજનક રહ્યો હતો કેમ કે મેડલ માટેની દાવેદાર બોક્સર નિખાત ઝરીનનો ચીનની વૂ યૂ સામે પરાજય થયો હતો. આમ ઓલિમ્પિક્સની બોક્સિંગ ચેમ્પિયનશિપમાં આ સૌથી મોટો અપસેટ સર્જાયો હતો. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નિખાત ઝરીને 50 કિલોગ્રામ વર્ગમાં ભાગ લીધો હતો જ્યાં એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા વૂ યૂએ તેને સંપૂર્ણપણે વર્ચસ્વ જમાવીને 5-0થી હરાવી હતી. આમ આ મુકાબલો એક તરફી બની રહ્યો હતો.આજે 8 રમતમાં ભારતના ખેલાડીઓ મેદાને

શૂટિંગ – 25 મીટર પિસ્તોલ મહિલા ક્વોલિફિકેશન: ઈશા સિંહ, મનુ ભાકર (બપોરે 12.30 વાગ્યાથી)

  • – સ્કીટ મેન્સ ક્વોલિફિકેશન – દિવસ 1: અનંતજીત સિંહ નારુકા (બપોરે 1.00 વાગ્યાથી)

તીરંદાજી – મિક્સ્ડ ટીમ 1/8 એલિમિનેશન રાઉન્ડ: ભારત વિરુદ્ધ ઇન્ડોનેશિયા (અંકિતા ભકત/ધીરજ બોમ્માદેવરા વિરુદ્ધ ડિયાંડા કોરુનિસા/આરિફ પાંગેસ્તુ) (બપોરે 1.20 વાગ્યા પછી)

  • જૂડો – મહિલા +78 કિગ્રા એલિમિનેશન રાઉન્ડ ઓફ 32: તુલિકા માન વિરુદ્ધ ઇડાલિસ ઓર્ટિઝ (બપોરે 1.30 વાગ્યા પછી)
  • સેલિંગ – મહિલા ડીંઘી રેસ-3: નેત્રા કુમાનન (બપોરે 3.45 વાગ્યાથી) – મેન્સ ડીંઘી રેસ-3: વિષ્ણુ સરવાનેન (સાંજે 7.05 વાગ્યાથી)
  • હોકી – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત ગ્રુપ સ્ટેજ મેચ (સાંજે 4.45 વાગ્યા પછી)
  • બેડમિન્ટન – મેન્સ સિંગલ્સની ક્વાર્ટર-ફાઇનલ: લક્ષ્ય સેન વિરુદ્ધ ચૂ ટીન ચેન (સાંજે 6.30 વાગ્યાથી)
  • એથ્લેટિક્સ – મહિલા 5000 મીટર હીટ-1: અંકિતા ધ્યાની (રાત્રે 9.40 થી)
  • – મહિલા 5000 મીટર હીટ-2: પારુલ ચૌધરી (રાત્રે 10.06 વાગ્યાથી)
  • – મેન્સ શોટ પુટ ક્વોલિફિકેશન: તજિન્દરપાલ સિંઘ તૂર (રાત્રે 11.40 વાગ્યાથી)

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.