રાજકોટમાં હવાઇ સેવા ખોરવાય: લધુતમ તાપમાનનો પારો 17 ડિગ્રીએ પહોંચી ગયો: ઝાકળના કારણે હાઇવે પર વાહન ચાલકોને ભારે હાલાકી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઠંડીમાં જોરદાર ઘટાડો થવા પામ્યો છે. સવારના સમયે ઝાકળ વર્ષાના કારણે વિઝિબિલીટીમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં હવાઇ સેવા ખોરવાય હતી. ગાઢ ઘુમ્મસના કારણે હાઇવે પર વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. હજી એકાદ દિવ ઠંડીનું જોર ઓછું રહેશે આવતીકાથી ફરી ઠંડીનો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના જણાય રહી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લધુતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. ગઇકાલની સરખામણીએ આજે લધુતમ તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ઉંચકાતા ઠંડીનું જોર જાણે સંપૂર્ણ પણે ગાયબ થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. સવારે 8.30 કલાકે તાપમાન 20.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98 ટકા અને પવનની સરેરાશ ઝડપ 10 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગાઢ ઘુમ્મસના કારણે સવારે વિઝિબિલીટી માત્ર પ00 મીટરે પહોંચી જવા પામી હતી. જેના કારણે હવાઇ સેવા ખોરવાય જવા પામી હતી. દિલ્હીથી રાજકોટ આવતી સ્પાઇસ જેટની ફલાઇટ નિર્ધારિત સમય કરતા મોડી આવી હતી.
ઝાળક વર્ષાના કારણે હાઇવે પર વાહન ચાલકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. દિવસે પણ વાહનની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. હજી આવતીકાલે પણ ઝાકળ વર્ષાની સંભાવના રહેલી છે.જુનાગઢનું લધુતમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74 ટકા નોંધાયુ: હતું. આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં લધુતમ તાપમાનનો પારો ઉંચકાયો છે. ઠંડી જાણે ગાયબ જ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. સવારે થોડીવાર ઠંડીનો અનુભવ થયા બાદ પંખા ચાલુ કરવા પડે તેવી ગરમીનો અહેસાસ થતો હતો હજી એકાદ દિવસ ઠંડી સામાન્ય રહેશે ત્યાર ફરી કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરુ થશે.
આજે રાજયમાં તમામ સિટીના લધુતમ તાપમાન ડબલ ડિજિટ માં પહોંચી જવા પામ્યું હતું. અમદાવાદનું તાપમાન 14.4 ડિગ્રી, અમરેલીનું તાપમાન 15.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 14.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 16.2 ડિગ્રી, ડિસાનું તાપમાન 15.8 ડિગ્રી, દિવનું તાપમાન 12.8 ડિગ્રી, કંડલાનું તાપમાન 15 ડિગ્રી, નલીયાનું તાપમાન 12.6 ડિગ્રી, વેરાવળનું તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું હતું.