સી.એ. કલ્પેશ દોશી, બ્રિજેન મહેતા અને રાજીવ દોશીએ પ્રશ્ર્નમંચમાં વેપારીઓના પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યું
જીએસટી કાયદાની અમલવારીથી વેપારીઓનો ઉદભવતા પ્રશ્ર્નો તેમજ મુંઝવણનું નિરાકરણ લાવવા રાજકોટ ગ્રેટર ચેમ્બર દ્વારા પ્રશ્ર્નમંચ તથા માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાંતોએ વેપારીઓની જીએસટી અંગેની મુંઝવણ દુર કરી હતી.
આ પ્રસંગે મુંબઈના એડવોકેટ શૈલેષભાઈ શેઠ, કલ્પેશ દોશી, બ્રિજેન મહેતા, પ્રિન્સીપાલ કમિશનર સેન્ટ્રલ એકસાઈઝ રાકેશકુમાર શર્મા, ડેપ્યુટી ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ સુવિધકુમાર શાહ, શીરીષ મહેતા, કૌશિક મહેતા, ગ્રેટર ચેમ્બર પ્રમુખ ધનસુખભાઈ વોરા, સંજયકુમાર સકસેના, રજનીભાઈ બાવીસી, નલીન બાવટીયા, વસંતભાઈ લીંબાસીયા, હર્ષદભાઈ ખુંટ અને શીરીષ શેઠ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને માહિતીસભર બુક ભેટ સ્વ‚પે આપવામાં આવી હતી.
સેમિનારમાં પ્રશ્ર્નમંચ પણ યોજાયો હતો. જેમાં સીએ કલ્પેશ દોશી, સીએ બ્રિજેન મહેતા અને સીએ રાજીવ દોશીએ વેપારીઓના પ્રશ્ર્નોના સંતોષકારક પ્રત્યુતર આપ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.