બગીચામાં આવેલી રાઇડો તથા તળાવમાં ગંદુ પાણી ઠલવાઇ રહ્યું છે બેસવા માટે પૂરતી વ્યવસ્થા નથી લાઈટ પણ ઉપલબ્ધ નથી
અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં એકમાત્ર બગીચો એટલે કે ટાગોર બાગ આવેલો છે ત્યારે વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાની પબ્લિકને એકમાત્ર બગીચો પર્યટન માટે બનાવવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર જિલ્લા વિસ્તારમાં આવેલા ફક્ત એક માત્ર બગીચો હોય તો તે ટાગોર બાગ બગીચો છે ત્યારે સુરેન્દ્રનગર વાસીઓને સારોએવો બગીચો મળી રહે છે માટે સરકાર તમામ પ્રકારના પ્રયત્નો કરીને આ બગીચો કે સુરેન્દ્રનગર જીલ્લાનું હદય ગણવામાં આવે છે ત્યારે આ બગીચાનો વિકાસ અને વિસ્તૃતિકરણ થાય અને જિલ્લાની જનતાને એક સારો એવો બગીચો મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા આ બગીચામાં આવેલા રમત-ગમતના સાધનો ના નવીનીકરણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરીને આ બગીચાનો વિકાસ થાય અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને અને બાળકોને સારોએવો બગીચા મળી રહે તે માટેના પ્રયત્ન જારી કર્યા હતા
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો એક માત્ર ટાગોર બાગ બગીચો તે તળાવના કાઠે અને વિસ્તૃત જગ્યા માં ફેલાયેલો છે અને આ ટાગોર બાગ બગીચામાં અંદાજિત ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે આ બગીચામાં નિર્માણ સમયે રાશિ વન અને 25 જેટલા ફુવારાઓ બાંકડાઓ અને સ્ટ્રીટ લાઈટો અને રમત-ગમતના સાધનોની વ્યવસ્થિત રીતે ગોઠવણ થાય તે મુજબ જગ્યા ફાળવવામાં આવી હતી એમાંથી અમુક કામો 2005 માં પુરા પણ કરવામાં આવ્યા હતા એ કામો બાકડા અને રમત-ગમતના અમુક સાધનો બગીચાઓમાં મુકવામાં આવ્યા હતા..
ત્યારે હાલમાં બગીચા ની પરિસ્થિતિ અત્યંત કફોડી બની હતી ત્યારે આ બગીચામાં આવેલા બાંકડાઓ આજુબાજુની દીવાલો અને વૃક્ષો અને અનેક બગીચાઓની વસ્તુઓ અને ખાસ કરીને રમત-ગમતના સાધનો અત્યાર બિસ્માર હાલતમાં બનતા સરકાર શ્રી દ્વારા ગુજરાત ટુરિઝમ વિભાગ અને અન્ય લાગતા-વળગતા ખાતા દ્વારા આ બગીચા ની મરામત અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતા અને બાળકોને સારોએવો બગીચો મળી રહે તે માટે આ બગીચા ના અધુરા કામો પૂર્ણ કરવા માટે અને રમતગમત ના નવા સાધનો જિલ્લાના બાળકોને મળે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ બગીચા પાછળ ફાળવવામાં આવી હતી.