જેતપુરમાં સાડી ઉદ્યાગનું પ્રમાણ ખુબ વધુ જોવા મળે છે. જેતપુરના મોટાભાગના વિસ્તારમાં તમને સાડીના કારખાના જોવા મળશે. સાડી ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ થવાથી તેનું ગંદુ પાણી સીધું ભાદર નદીમાં આવે છે. તેથી ભાદર નદી પ્રદુષિત થાય છે. આ નદીને પ્રદુષિત થતી અટકાવવા માટે ઘણા સમય પહેલા માંગ કરવામાં આવી હતી.
આ ગંદા પાણીના નિકાલ માટે 700 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપ લાઈનો નાખી સીધું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવશે. આ વાતથી પ્રકૃતિ પ્રેમીઓએ વિરોધ દાખવ્યો હતો. હવે તે વિરોધમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા પણ જોડાયા છે.
અર્જુન મોઢવાડીયા આ પાણીને પોરબંદરના દરિયામાં છોડવાના વિરોધ કરતા કહ્યું કે, ‘પ્રદુષિત પાણી દરિયામાં છોડવાથી દરિયો પણ પ્રદુષિત થશે. તેના કરતા સરકારે પયુરીફાય પ્લાન્ટ નાખી પાણીને ચોખ્ખું કરવું જોયે. જેથી ગંદા પાણીથી થતું પ્રદુષણ ઓછું થાય.