અબતક, ધર્મેશ મહેતા, મહુવા
મહુવા શહેરની તાલુકા કચેરી તથા કોર્ટ કચેરી આજુબાજુ જ સફાઈ નો અભાવ જોવા મળે છે. તો બીજી જગ્યાની શું વાત જ કરી શકાય. જ્યારે કે અહી તાલુકા કચેરી તથા ગ્રામ્ય વિસ્તાર માટે તથા અંહી એ.ટી.વી.ટી સેન્ટર સાથે કોર્ટ કચેરી પણ છે. ત્યારે દરરોજ માટે હજારો લોકોની અવર-જવર કોર્ટ ના વકીલો તેમજ લોકોની પણ અવર જવર હોય છે. ત્યારે અહીં આટલા બધા લોકો તથા આટલી આટલી કચેરી હોવા છત્તાંપણ કોઈપણ જાતનું ધ્યાન આપતું નથી.અને દરરોજ તાલુકા વિકાસ અધિકારી તથા બીજા ઘણા અધિકારીની પણ અવર જવર હોય છે. પણ આ અધિકારીઓ ને પણ આ ગંદકી દેખાતી નથી. અને એક બાજુ કોરોનાની મહામારીમાં સાફ-સફાઈ વાળું વાતાવરણ હોવું જોઈએ. ત્યારે અહીં તો આવી ગંદકી હોઈ છે. ત્યારે લોકોને આવી ગંદકીથી બીમાર પડી જવાય છે. ત્યારે હવે જોવા નું રહ્યું કે, આ ગંદકી આ અધિકારઓને દેખાય છે કે નહીં….