ચોરી કરવા ઘુસ્યાની આશંકાએ મારમારી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં છ શખ્સો સામે નોંધાતો ગુનો
રાજકોટ-ગોંડલ ધોરી માર્ગ પર આવેલા ભુણાવા પાસે ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પેન્ટાગોન ફોજીંગ નામના કારખાનાના રસોઈયાને ચોરી કરવાના પ્રયાસમાં મારમારી મોતને ઘાટ ઉતારવાનાં ગુના જેલ હવાલે રહેલા કંપનીના ડાયરેકટર ને હાઈકોર્ટ જામીન ઉપર છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
કેસની હકિકત જોઈએ તો પેન્ટાગોન કારખાનામાં કેન્ટીનમાં કામ કરતો શંકરરામ કારખાનામાં ઓફીસમાં આટા મારતો સીસીટીવી કેમેરામાં જોવામાં આવતા કારખાનામાં ચોરી ની શંકા જતા પ્લાસ્ટીકમાં પાઈપથી મારમારતા શંકર રવિ કાલરીયા, શૈલેષ ફૌજી, અક્ષય ઉર્ફે ભાણ, વિનોદભાઈ, અશાકેભાઈ રૈયારી અને આશિષભાઈ ટીલવા સામે આડેધડ મારમારી ગંભીર મરણોતર ઈજા કરી જાનથી મારી નાખી હત્યા કરી નાખી બનાવના સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ કાઢી નાખી પુરાવાનો નાશ કરવા સંબંધે તે જ કારખાનામાં કામ કરી રહેલ લક્ષ્મણસિંહ મોહનસિંહ ચૌહાણએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલ.
ધરપકડ પામેલ આરોપીઓ પૈકી આરોપી વિનોદભાઈ દરાણીયાએ જામીન પર મૂકત થવા કરેલ જામીન અરજી સેશન્સ અદાલતે રદ કરતા તે સામે હાઈકોર્ટમાં જામીન અરજી કરી રજૂઆત કરેલી.
બંને પક્ષની રજૂઆતો દસ્તાવેજી પૂરાવાઓ પૂર્વનિરધારીત કૃત્ય નથી મારમાં કોઈ આરોપીઓ સીલસીલો નથી આરોપી છ માસથી જેલમાં છે નામદાર એપેક્ષ કોર્ટના તથા હાઈકોર્ટોના ચુકાદાઓમાં પ્રસ્થાપિત થયેલા સિધ્ધાંતો, ગુનાહિત ભૂતકાળ ન હોવાની હકિકતો તથા ટ્રાયલમાં હાજરી સિકયોર હોવા સહિતની બાબતો લક્ષે લઈની તરફેણમાં અંતરગત સતાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માની જામીન પર મૂકત કરતો હાઈકોર્ટ દ્વારા હુકમ ફરમાવવામાં આવેલો છે.વિનોદ દરાણીયા વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી ચેતન ચોવટીયા, રવિ ઠુમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી તથા ગોંડલના પરેશ રાવલ રોકાયેલ હતા.