મનમોહનસિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા દાસારી ૧૨૫ ફિલ્મોના ડાયરેકશન કરી ચૂકયા છે
મોટાગજાના તેલુગુ ફિલ્મ ડાયરેકટર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દાસારી નારાયણ રાવનું ટૂંકી બિમારી બાદ સારવાર દરમિયાન નિધન યું છે. દાસારી નારાયણ ૭૫ વર્ષના હતા અને ૧૨૫ તેલુગુ તમિલ અને હિંન્દી ફિલ્મનું ડાયરેકશન કરવા બાદ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ અંકિત છે. દાસારી નારાયણ રાવની તબીયત લડતા તેઓને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેઓએ છેલ્લા શ્ર્વાસો ભર્યા હતા. ફિલ્મના ડાયરેકશન બદલ તેઓને નેશનલ એવોર્ડ પણ મળેલો છે. અગાઉ ફેફસાના ઈન્ફેકશન અને કિડનીની બિમારીના કારણે તેઓએ સર્જરી કરાવી અને આ દરમિયાન તેઓ હોસ્પિટલમાં રહ્યાં હતા. આ સર્જરી બાદ તેઓને ફરીી તકલીફ ઉઠતા તેઓનું નિધન યું છે. મનમોહનસિંહની સરકારમાં તેઓ કોલસા મંત્રાલયનો કારભાર સંભાળ્યો હતો અને કોલસા કૌભાંડમાં દાસારી સામે ચાર્જશીટ પણ દાખલ ઈ હતી.
દાસારી નારાયણની સૌી પ્રખ્યાત ફિલ્મ પ્રેમાભિષેકમ્, મેઘા સંદેશમ્, ઓશેર રામુલમ અને ટાટા મનાવાડુ હતી. વધુમાં દાસારી નારાયણ રાવે તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જય લલીતાના જીવન ઉપર એક ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યકત કરી હતી. પરંતુ આ પ્રોજેકટ ઉપર વધુ કામ કરી શકે તે પહેલા જ દાસારીનું નિધન યું છે.