ફરી એકવાર નોકરી શોધતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે ઈન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM), ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) અને ડેપ્યુટી જનરલ મેનેજર સહિત વિવિધ મેનેજમેન્ટ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તેમજ ભારતીય રેલ્વેમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ ભરતી અભિયાન એક મોટી તક છે. આ દરમિયાન  વિશેષ રૂપથી, પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષાની જરૂર નથી, અને પગાર દર મહિને 2,00,000 રૂપિયા સુધીનો છે.

જો તમે પણ રેલ્વેમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો અને તમારી પાસે યોગ્યતા છે તો આ તક તમારા માટે ખાસ બની શકે છે. તેમજ IRCTC એ AGM/DGM અને ડેપ્યુટી જનરલ મેનેજરની જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે અને રસ ધરાવતા ઉમેદવારો તેની અધિકૃત વેબસાઇટ irctc.co.in પર જઈને અરજી કરી શકે છે.

IRCTC ભરતી 2024: મુખ્ય વિગતો

અરજી કરવાની છેલ્લી તારીખ : 6 નવેમ્બર, 2024

મહત્તમ વય મર્યાદા : 55 વર્ષ

પસંદગી પ્રક્રિયા : ઇન્ટરવ્યુમાં પ્રદર્શનના આધારે

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ IRCTCની અધિકૃત વેબસાઇટ પરથી અરજી ફૉર્મ ડાઉનલોડ કરવું પડશે અને તેને તમામ જરૂરી દસ્તાવેજો સાથે રેલવે બૉર્ડને મોકલવું પડશે. તેમજ આમાં વિજિલન્સ હિસ્ટ્રી, ડીએઆર ક્લિયરન્સ અને છેલ્લા 3 વર્ષના APAR રિપોર્ટ્સ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ સાથે અરજીની સ્કેન કરેલી નકલ [email protected] પર ઈમેલ કરવી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.