• મંગળવારે ધનતેરસ, બુધવાર કાળી ચૌદશ અને ગુરુવારે દિવાળીનો તહેવાર: બજારોમાં ખરીદી માટે ભારે ભીડ: રોશનીનો ઝગમગાટ 

હિન્દુ પંચાગના સૌથી મોટા પર્વ દિવાળીના તહેવારનો સોમવારથી મંગલારંભ થશે. દિવાળીની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.  પ્રાથમિક શાળાઓમાં દિવાળી પર્વનું વેકેશન પડી ગયું છે  દિપાવલીના પર્વને ઉજવવા માટે લોકોના હૈયે ભારે હરખ જોવા મળી રહ્યો છે.

સોમવારે રમા એકાદશી અને વાઘ બારસ એક સાથે છે 29 તારીખને મંગળવારે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.

બુધવારે કાળી ચૌદશ છે 31 તારીખને ગુરૂવાર  દિપાવલીનું મહાપર્વ ઉજવાશે. શુક્રવારે પડતર દિવસ એટલે કે ધોકો છે. શનિવારે જયારે  રોજ નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે રાજકોટમાં આજથી મહાપાલિકા દ્વારા પાંચ દિવસીય ‘દિવાળી ઉત્સવ’ ની શાનદાર ઉજવણી કરવામાં આવશે. ઠેર ઠેર રોશની કરવામાં આવી છે. દિપાવલીના પર્વને ઉજવવા માટે લોકોના હૈયે ભારે હરખ જોવા મળી રહ્યો છે.

જીવનમાં દરેક વ્યક્તિ પોતાના વ્યાપારમાં ,ઘરમાં સ્થિર મહાલક્ષ્મી ની કૃપા છે જે મહાલક્ષ્મી માતાજી ચોપડા પૂજન લક્ષ્મી પૂજન શારદા પૂજન થી પૂર્ણ કરે છે ચોપડા પૂજન માં ચોપડો સરસ્વતી કલમ મહાકાળી અને  સિક્કાઓ લક્ષ્મીજી છે આમ ત્રણે માતાજીને પૂજા કરવાથી વ્યાપારમાં સતત વૃદ્ધિ થાય છે

આપણે ત્યાં દરેક શુભ પ્રસંગોમાં ચોઘડિયા જોવાની ખાસ પ્રથા છે પરંતુ શાસ્ત્રોક દૃષ્ટિએ વિચારતા ચોઘડિયા કરતા હોરા વિશેષ મહત્વ ધરાવે છે તેથી 31/ 10/2024 ને ગુરુવારના શુભ હોરા તથા શુભ ચોઘડિયા નો સમય શરૂ થશે જેમાં લક્ષ્મી પૂજન શારદા પૂજન કરવાથી લક્ષ્મીને અમી દ્રષ્ટિ નિરંતર રહે છે

આસો વદ બારસ મંગળવાર 29 10/24 સવારે 10:32 થી ધનતેરસ નો પ્રારંભ થશે આસો વદ આઠમને ગુરુવારે 24 /10 ના રોજ આખો દિવસ અને રાત્રે શુભ ગુરુ પુષ્ય અમૃત યોગ છે આ આ દિવસે ચોપડા ખરીદી અથવા તો ઓર્ડર આપવા માટે શુભ દિવસ છે આ દિવસે સુવર્ણ, રજત, શ્રી યંત્ર ,કુબેર યંત્ર ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે

આસો વદ તેરસ ને બુધવાર 30 10 ના દિવસે કાળી ચૌદસ નો પ્રારંભ બપોરે 1: 16 થી થશે આ દિવસે નૈવધ બપોરે 1:16 મિનિટે ધરી શકાશે જે ગુરૂવાર તારીખ 31/10 ના બપોરે 3: 53 સુધી નહિવત ધરી શકાશે આથી પંચાંગ નિયમ અનુસાર બુધવાર રાત્રિના હનુમાન પૂજન, કાળભૈરવ પૂજન કાલીપૂજન, દીપદાન અને મશીનરીનું પૂજન કરવું. તેમજ આશોવદ અમાસને ગુરુવારે 31/10 ના દિવસે દિપાવલી બપોરે 3: 53 થી અમાસ તિથિનો પ્રારંભ થાય છે જ્યોતિષ નિયમ પ્રમાણે દીપાવલીનું મહત્વ સાંજે પ્રદોષકાળ અને રાત્રિનું રહેલું છે આથી દિપાવલી ગુરુવારે છે આસોવાદ અમાસ ની શુક્રવારે 1/11/2024ને શનિવાર તથા 2/11/2024 ને રવિવારના નુતન વર્ષ નો પ્રારંભ થશે તેમજ ભાઈબીજ કારતક સુદ બીજને રવિવારે તથા 3/11 એ ચંદ્ર દર્શન

ભાઈબીજ તેમજ કારતક સુદ પાચમ ને બુધવારે તારીખ 6/11અને એમના જ્ઞાનનું વિશેષ મહત્વ છે કાર્તિક શોધ ના રોજ લાભ પાંચમ છે એવું શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું છે.

ધન તેરસ

આસો વદ-12 મંગળવાર તા. 29-10-2024 સવારે 10-32 થી ધનતેરસ બેસે છે.

: દિવસના શુભ ચોઘડીયા :

ચલ , લાભ, અમૃત 09-41 થી 01-55 બપોરે : શુભ 03-20 થી 04-45

: રાત્રીના શુભ ચોઘડીયા :

  • લાભ : 07-45 થી 09-20
  • શુભ : 10-55 થી 12-31

અભિજીત મુહુર્ત :-  બપોરે 12-08 થી 12-53 દિપાવલીનો પ્રદોષકાળ પુજન માટેનો શ્રેષ્ઠ સમય

આસો વદ-અમાસ તે ગુરૂવાર તા. 31-10-2024 ના દિવસે દિપાવલીનો પ્રદોષકાળ પુજન માટેનો શુભ સમય સાંજે 06-09 થી 08-42 વૃષભ સ્થિર લગ્ન સાંજે 07-00 થી 08-42, શુભ સ્થિર નવમાંશ સાંજે 07-14 થી 07-25, વૃષભ સ્થિર નવમાંશ 07-53 થી 08-03 નિશીય કાળનો શુભ સમય રાત્રે : 12-05 થી 12-56

શુભ દિપાવલી

  •  ગુરૂવારના દિવસ શુભ ચોઘડીયા :- શુભ : 04-45 થી 06-10 રાત્રીના શુભ ચોઘડીયા :- અમૃત, ચલ : 06-10 થી 07-45, લાભ : 12-31 થી 02-06, શુભ : 03-42 થી 05-17
  • ગુરૂવારના દિવસ શુભ હોરા :- શુક્ર : 04-17 થી 05-12, બુધ : 05-12 થી 06-09 રાત્રીના શુભ હોરા :- ચંદ્ર 06-09 થી 07-12, ગુરૂ 08-16 થી 09-20, શુક્ર 11-27 થી 12-31, બુધ 12-31 થી 01-34, ચંદ્ર 01-34 થી 02-38,
  • ગુરૂ 03-41 થી 04-45
  • આસો વદ અમાસને શુક્રવાર તા. 1-10-2024 ના દિવસે સાંજના 06-17 સુધી અમાસ તિથિ છે.  આ દિવસે પણ સાંજના  06-17 સુધી ચોપડા પુજન કરી શકાશે.

દિવસનો શ્રેષ્ઠ ચોધડીયા

  • ચલ 06-પ2 થી 08-17
  • લાભ 08-17 થી 09-41
  • અમૃત  09-41 થી 11-06
  • શુભ  12-30 થી 01-55
  • ચલ  4.44 થી  6.08
  • -: અભિજીત મુહુર્ત :-
  • બપોરે 12-08 થી 12-53
  • દિવસના શુભ હોરા
  • શુક 06-પ2 થી 07-49
  • બુધ 07-49 થી 08-45
  • ચંદ્ર 08-45 થી 09-41
  • ગુરૂ 10-38 થી 11-34
  • શુક 01-27 થી 02-23
  • બુધ 02-23 થી 03-19
  • ચંદ્ર 03-19 થી 04-16
  • ગુરૂ 05-12 થી 06-08
  • રાશી પ્રમાણેના શુભ હોરા
  • મેષ/વૃક્ષિક માટે ગુરૂના હોરા શુભ છે.
  • વૃષભ/તુલા માટે બુધ અને શુક્રના હોરા શુભ છે.
  • મિથુન/ક્ધયા માટે શુક અને બુધના હોરા શુભ છે.
  • કર્ક/સિંહ માટે ચંદ્ર અને ગુરૂના હોરા શુભ છે.
  • ધન/મીન માટે ચંદ્ર અને ગુરૂના હોરા શુભ છે.
  • મકર/કુંભ માટે શુક્ર અને બુધના હોરા શુભ છે.
  • હોરા કથન મુજબ બધીજ હોરામાં ચંદ્ર, બુધ, ગુરૂ અને શુકની હોરા શુભ છે. નોંધ

ચોપડાનો ઓર્ડર   નોંધાવતા તેમજ ચોપડા ખરીદવા તથા નોંધાયેલ ચોપડા લાવવા ઘેરથી કંસાર જમીને અગર મુખમિષ્ટિ કરીને નિકળવું શ્રેષ્ઠ છે.

: નૂતન વર્ષાભિનંદન :

  • કારતક સુદ 1 ને શનિવાર તા.2-11-2024 અનલ નામના સંવત્સર થી નૂતન વર્ષારંભ પ્રારંભ થાય છે.
  • ચોપડામાં મિતિ પુરવા નવો વ્યાપાર શરૂ કરવા માટેના મુહુતો
  • સવારે :- શુભ : 8-17 થી 9-42, બપોરે :- ચલ, લાભ, અમૃત : 12-30 થી 04-43 સુધી.
  • લાભ પાંચમ : કારતક સુદ 5 ને બુધવાર તા. 6-11-2024 ના રોજ લાભપાંચમ છે

ચોઘડીયા

સવારે : લાભ, અમૃત 6-55 થી 9-43 સુધી, શુભ 11-07 થી 12-30 સુધી, બપોરે : ચલ, લાભ 3-18 થી 6-06 સુધી. તે સમય દરમ્યાન પેટી ખોલવી, વ્યાપાર કાર્ય, મશીનરીનો પ્રારંભ કરવો.

અગિયારસે અયોધ્યા વાસીઓને શ્રીરામ ભગવાનના આગમનના સમાચાર મળ્યા’તા

વેંદાત રત્ન રાજદીપભાઈ  જોશીના જણાવ્યાનુસાર સોમવાર આસો વદ અગિયારસ ના દિવસે રમા એકાદશી છે રવિવારે અગિયારસ ની વૃદ્ધિ તીથી છે અને સોમવારે પણ અગિયારસ છે આથી પંચાંગ પ્રમાણે સોમવારે રમા એકાદશી છે સાથે આ દિવસે વાઘબારસ પણ છે  આથી આ દિવસે રમા એકાદશી અને વાઘ બારસ બંને તહેવાર સાથે ઉજવાશે.

આ દિવસ થી દિપાવલી ના મહાપર્વની શરૂઆત થશે. રમા એકાદશીનું વ્રત કરવાથી એકાદશી ના નામ મુજબ લક્ષ્મી અને ધન ની તથા સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. રમા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ સૌપ્રથમ સૂર્યને અર્ધ્ય આપવું અને ત્યાર પછી  આખા ઘરમાં ગંગા જળ છાંટવું અથવા તો ગૌમૂત્ર છાટવુ ઘરને પવિત્ર કરવુ ત્યારબાદ તુલસીની પૂજા કરવી અને એક બાજોઠ અથવા પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેની ઉપર ચોખા રાખી અને લક્ષ્મી-વિષ્ણુ ભગવાનની છબી રાખવી અને તેનું પૂજન કરવું. નૈવેદ્ય માં કેળા ખાસ ધરાવવા. ત્યારબાદ એકાદશીની કથા વાંચવી. બપોરના સમયે સૂવું નહિ, સાંજના ભગવાનનું કીર્તન કરવું, ઉપવાસ અથવા એકટાણું રહેવું. રાત્રીના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું. રમા એકાદશી ની પૂજા સવારના પૂરી થાય એટલે ત્યારબાદ વાઘ બારસ માટે ગાય ની પૂજા કરવી.

રમા એકાદશી ના દિવસથી અયોધ્યાવાસીઓને શ્રીરામ ભગવાન ના આવવાના સમાચાર મળેલા. આથી આ દિવસથી રંગોળી કરવાની શરૂઆત થયેલી. આમ રામ ભગવાનના  સમય થી રમા એકાદશી ના દિવસ થી બેસતા વર્ષ સુધી લોકો રંગોળી કરે છે.

દેવતા-દાનવોએ વાઘબારસે સમુહ મંથન કર્યુ હતુ

આસો વદ અગિયારસ ને સોમવાર તારીખ 28 ઓક્ટોબર આ દિવસે સવાર ના 7.52 સુધી અગિયારસ તિથિ છે ત્યારબાદ આખો દિવસ રાત્રી બરસ તિથિ છે આથી દરેક પંચાંગ પ્રમાણે આ દિવસે વાઘબારસ છે.

આ દિવસે ગાયની પૂજાનું મહત્વ વધારે છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે જ્યારે દેવતા અને દાનવો એ જ્યારે સમુદ્ર મંથન કરેલું ત્યારે કામધેનુ ગાય જે દિવસે નીકળેલ એ દિવસ વાઘ બારસ નો દિવસ હતો આથી આ દિવસે ગાય ની પૂજાનું મહત્વ વધારે છે  ગાય તથા વાછરડા ને શણગાર કરવો, ઘાસ નાખવું, પ્રદક્ષિણા ફરવી. આ દિવસે જો પતિ પત્ની બન્ને સાથે મળી અને વિષ્ણુ-લક્ષ્મીજીનું પૂજન કરે તો દામ્પત્ય જીવન મા મીઠાશ આવે છે. જે લોકોને સંતાન થતા ન હોય તો આ દિવસે પતિ પત્ની બંનેએ ભેગા મળે ગાયને પૂજા કરવી તથા વિષ્ણુ ભગવાનની લક્ષ્મીજી સાથે પૂજા કરવી.  આ વર્ષે રમા એકાદશી તથા વાઘ બારસ બંને તહેવાર સાથે હોતા બંને તહેવારની પૂજા ઉપવાસ એકટાણુ કર્યા નું ફળ એક સાથે મળશે. શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ પછી આ જ દિવસે યશોદા માતાએ ભગવાનને ગાયના દર્શન કરાવેલા. આ દિવસે કોઈપણ મહિલા અથવા પુરૂષ પોતાના પરિવારની સુખ-શાંતિ માટે ઉપવાસ અથવા એકટાણું રહી શકે છે. ખાસ કરીને આ દિવસને  વાક બારસ કહેવામાં આવે છે. વાક નો એક અર્થ  વાણી થાય છે પરંતુ આ શબ્દ થોડો બદલાય અને કાળક્રમે આ તહેવારનું નામ વાઘબારસ પડી ગયેલું પરંતુ આ દિવસે ખાસ કરીને સરસ્વતી માતાજીની પૂજા નું મહત્વ વધારે છે આથી આ દિવસે સરસ્વતી માતાજી ની પૂજા ખાસ કરવી. જૂની પરંપરા પ્રમાણે આ દિવસે વ્યાપારી લોકો પોતાનું જૂનું દેવું પૂરું કરે છે અને નવા વર્ષની શરૂઆત કરે છે આમ દેવું પૂરું કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ ગણાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.