ચાલુ વર્ષે ડિપ્લોમા ફાર્મસી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12 પછી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ડિપ્લોમા ફાર્મસીનો વિકલ્પ પસંદ કરતા હોય છે. જેથી ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટર થઈને પોતાનો ધંધો વેપાર શરૂ કરી શકે છે. જો કે હવે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ બાબતે સખતાઈથી ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટર થવા માટે નવો નિયમ લાગુ કર્યો છે. જેથી હાલ ડિપ્લોમા ફાર્મસી કરેલ ઉમેદવારોએ ફાર્મસી એક્ઝિટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનશે.
ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસક્રમ બે વર્ષનો હોય છે. જ્યારે ડિગ્રી ફાર્મસીનો અભ્યાસ ત્રણ વર્ષનો હોય છે. રાજ્યમાં હાલ 27 જેટલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી ડિપ્લોમા ફાર્મસીની કોલેજ કાર્યરત છે. જેમાં 1800 બેઠકોનો સમાવેશ થાય છે.
જેથી વર્ષ 2022માં ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવેલ અને ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષના અંતના સમયમાં એન્યુઅલ પરીક્ષા પાસ કરીને બહાર નીકળતા વિદ્યાર્થીઓએ ફાર્મસી એક્ઝિટ પરીક્ષા પાસ કરવાની રહેશે. જે બાદ જ તેઓ જે તે રાજ્યમાં ફાર્મસી કાઉન્સિલમાં પોતાની જાતને ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટર કરી શકશે.