ગંદકી દૂર કરવા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન
જોડીયામાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ છે. પરંતુ તંત્રની લાપરવાહી અને મેન્ટેનંસના અભાવે આ ભૂગર્ભ ગટર હાલ કાર્યરત ન હોય તેના કારણે ભૂગર્ભ ગટરનું પાણી શહેરમાં ફરીવળ્યું છે. જેના કારણે જોડીયા શહેરમાં વ્યાપક રોગચાળો ફાટી નીકળેલ છે.
હાલ ચાર જેટલા ડેંગ્યુના પોઝીટીવ કેસ નોંધાયા છે તંત્રની ધોર બેદરકારી શાબીત કરે છે.વહેલી તકે આ અંગે તત્કાલ પગલા લઈ ભૂગર્ભ ગટરની ગંદકી દૂર કરવા અને વ્યાપક ફાટી નીકળેલ રોગચાળાને વેલી તકે કાબુમાં લેવા તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદન આપી રજૂઆત કરી છે.