કાયદાની વિસંગતા: દારૂ પી કાર ચલાકને હળવી સજા જ્યારે નશામાં ચાલીને જતી વ્યક્તિને ત્રણ માસની સજા
એમવીએકટ અને પ્રોહિબીશન હેઠળ નોંધાયેલા ગુના મુજબ સજાની જોગવાઇ: નશામાં કાર ચલાવવી જોખમી કે ચાલીને જનાર જોખમી?
નશો કરેલી હાલતમાં કાર ચલાવનાર સામે એમવીએકટ હેઠળ ગુનો નોંધાય છે. જ્યારે નશો કરી લથડીયા ખાતી વ્યક્તિ સામે પ્રોહીબીશન હેઠળ નોંધાયેલા કેસની કોર્ટમાં સુનાવણી પુરી થતા કાર ચાલકને માત્ર એક દિવસની સાદી કેદ અને સામાન્ય દંડ થયો હતો જ્યારે દારૂના નશામાં લથડીયા ખાતી વ્યક્તિને ત્રણ માસની સજા ફટકારી માનવ જીંદગી ખરા અર્થમાં રાષ્ટ્રની સંપત્તિ હોવાનું સાર્થક કરતો ચુકાદો જાહેર થયો છે.
કાયદામાં કેટલીક વિસંગતા જોવા મળે છે. તાજેતરમાં જ દારૂના નશામાં કાર ચલાક સામે એમવીએકટ હેઠળ ગુનો નોંધવામાં આવે છે જ્યારે દારૂના નશામાં લથડીયા ખાતા શખ્સ સામે પ્રોહીબીશનના ગુના સબબ ધરપકડ કરવામાં આવે છે. બંને કેસનું મુળ દારૂ જ છે. તેમ છતાં સજાની જોગવાઇ અલગ અલગ હોવાનો વિરોધાભાસ સામે આવ્યો છે. ધોળકા નજીક આવેલા લોલિયા ગામેથી ચંદુ નાયક નામની વ્યક્તિને ગત તા.૪ ફેબ્રુઆરીએ નશો કરેલી હાલતમાં લથડીયા ખાતો હોવાથી પોલીસે ધરપકડ કરી પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો.
નાયક સામે નશો કરવા અંગેના ગુનાના કેસની સુનાવણી થતા અદાલતે દોષિત ઠેરવી ત્રણ માસની સજા ફટકારી હતી. દરમિયાન આવો જ એક અમદાવાદના બોપલ વિસ્તારમાં બન્યો હતો. સંદીપસિંધ નામના સરદારજી ગત તા.૫ એપ્રિલે દારૂના નશામાં કાર ચલાવીને પસાર થતા પોલીસે તેની સામે પ્રોહીબીસનનો ગુનો ન નોંધી એમવીએકટ ૧૮૫ મુજબ ગુનો નોંધતા તેની સામેના કેસની સુનાવણી પુરી થતા સરદારજીને કોર્ટ ઉઠતા સુધીની સજા અને માત્ર રૂ.૫ દંડ ફટકારવામાં આવ્યો હતો.
બંને કેસનું મુળ કારણ દારૂ છે એક નશો કરેલી હાલતમાં ચાલીને જાય છે તેની સામે પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હોવાથી ત્રણ માસની સજા થયા છે. જ્યારે બીજો દારૂના નશામાં કાર ચલાવે છે પણ તેની સામે એમવી એકટ હેઠળ ગુનો નોંધાયો હોવાથી તે કાયદાની જોગવાઇ મુબજ સજા થાય છે. કારણ બંનેમાં સરખા જ છે પણ સજાની જોગવાઇમાં વિસંગતા હોવાનું સામે આવ્યું છે.