બંને મુખ્ય પક્ષોએ લોકસભા સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારી પણ આરંભી: ભાજપ પક્ષમાંથી પરસોતમ સાબરીયા ફાઈનલ

ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના પુવઁ ધારાસભ્ય પરશોતમ સાબરીયા અહિ કોગ્રેસી ધારાસભ્ય પરથી રાજીનામુ ધરી અગાઉ ભાજપનો કેશરીયો ધારણ કરતા ખાલી પડેલી ૬૪ ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાની બેઠક પર ટુંક સમયમા જ ચુંટણી શરુ થવા જઇ રહી છે તેવેમા ભાજપ અને કોગ્રેસ એમ બંન્ને પક્ષ દ્વારા પોત પોતાની તૈયારી શરુ કરી દેવાઇ છે સુરેન્દ્રનગર જીલ્લાની લોકસભા તથા ધ્રાગધ્રા વિધાનસભાની પેટાચુટણી એક સાથે આવતા અહિ બંન્ને પક્ષને પોતાનુ જોર લગાવવુ પડે તેવુ સ્પષ્ટ દેખાય છે.

ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાની પેટા ચુટણીમા ભાજપ પક્ષે તો પોતાનો વરરાજો તૈયાર કરી ઉમેદવાર તરીકે કોગ્રેસમાથી જંપમારી ભાજપમા આવેલા પરશોતમ સાબરીયાને ઉતારવાનુ લગભગ ફાઇનલ કરી દીધુ છે. ત્યારે સામા પક્ષે કોગ્રેસના સેન્સ સમયે ૩૩ ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવતા આખીરમા ગુજરાત પ્રદેશ કોગ્રેસ દ્વારા ધ્રાગધ્રા વિધાનસભાના ઉમેદવાર તરીકે દિનેશભાઇ પટેલ તથા બકાભાઇ દવેને ફાઇનલ કયાઁ છે જોકે કોગ્રેસ હાઇ કમાન્ડ આ બંન્ને પ્રબળ દાવેદારોમાથી ક્યા ઉમેદવારને પોતાના તરફે પેટા ચુટણીમા ઉતારશે તે ફાઇનલ નથી કરાયુ પરંતુ કોગ્રેસ પક્ષના બંન્ને ઉમેદવારોમા દિનેશભાઇ પટેલપાટીદાર સમાજના હોવાથી તેઓને પાટીદારોના મત મળી શકે છે અને હળવદ તથા ધ્રાગધ્રા વિધાનસભામા પાટીદારના મતદાતાઓની સંખ્યા બીજા ક્રમે આવે છે

પરંતુ દિનેશભાઇ પટેલ અન્ય સમાજના આગેવાનો સાથે પરીચીત ન હોવાના લીધે તેઓની ટીકીટ કપાઇ પણ શકે છે આ તરફ બકાભાઇ દવે છેલ્લા વષઁ ૧૯૮૦થી પોતે કોગ્રેસથી ઉમેદવારી ભરી લડવા તૈયાર છે પરંતુ આજદીન સુધી તેઓને ટીકટ ફાઇનલ થઇ નથી જ્યારે બકાભાઇ દવે બ્રામ્હણ સમાજના હોવાની સાથે અન્ય સામજના લોકો અને આગેવાનો પર પોતાનુ શારુ પ્રભુત્વ હોવાથી તથા આજનો યુવાવગઁ તેઓને પસંદ કરતો હોવાથી બકાભાઇ દવેની ટીકીટ ફાઇનલ થાય તેવુ કહી શકાય પરંતુ અગાઉ વષઁ ૧૯૯૫મા બકાભાઇ દવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા કોગ્રેસી ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી કોગ્રેસ પક્ષ કદાચ આ બાબતને ધ્યાને લઇને તેઓની ટીકીટ કાપી શકે છે છતા હાલ ધ્રાગધ્રા-હળવદ પેટા ચુટણીમા કોગ્રેસ તરફેથી પ્રબળ દાવેદાર તરીકે મનાતા દિનેશભાઇ પટેલ તથા બકાભાઇ દવેમાથી પોતાની ટીકીટ કોણ ફાઇનલ કરી ઉમેદવાર તરીકે આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.