ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના ચા ના વેપારીઓનું ભારતનું સૌથી વિશાળ સભ્ય સંખ્યા ધરાવતી સંસ્થા છે. વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ના નવનિયુકત કારોબારી સભ્યોની પ્રથમ મીટીંગ તાજેતરમાં અમદાવાદ કાર્યાલયે મળેલી હતી. જેમાં નવા પ્રમુખ અને હોદેદારોની નિયુકિત કરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે બે સભ્યો દિનેશભાઈ એમ. કારીયા (રાજકોટ) અને નિધેષભાઈ એચ. શાહ (સુરેન્દ્રનગર)એ દાવેદારી નોંધાવી હતી.
કુલ ૨૯ સભ્યો હાજર રહી મતદાન કરતા દિનેશભાઈ કારીયાને ૨૧ મત અને નિધેષભાઈ શાહને ૮ મત મળતા દિનેશભાઈ કારીયા જંગી બહુમતીથી વિજય થયા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા અને પૂર્વ પ્રમુખ તેમજ સલાહકાર તરીકે નિયુકત થયેલ સેંધાભાઈ એસ. પટેલ (મહેસાણા)ના માર્ગદર્શનમાં સંપન્ન થઈ હતી.
નવ નિયુકત પ્રમુખ દિનેશભાઈ કારીયા ૨૮ વર્ષથી ચાના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ રાજકોટમાં વલ્લભ ટી પ્રા.લી. (બ્લેક ગોલ્ડ ચા)ના નામથક્ષ વ્યવસાય કરે છે. તેઓ આર.એસ.એસ. અને બી.જે.પી.માં ખજાનચી, મંત્રી અને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળેલી છે.
હાલ રાજય સરકારમાં અન્ન આયોગના ડાયરેકટર છે. તેમજ વેસ્ટર્ન રેલવેમાં ડીઆરયુસીસી પ્રમુખ દ્વારા સર્વ સંમતિથી નવા હોદેદારોની નિમણુંક કરવામા આવી હતી. માનદ્ મંત્રી તરીકે નિરજભાઈ પટેલ (આણંદ)ની નિયુકિત કરવામાં આવી હતી. સંસ્થાના નિયમ મુજબ ચાર ઉપપ્રમુખની નિમણુંક કરવામાં આવી હતી.
કમલ સેજપાલ જૂનાગઢ, રતનલાલજી શર્મા અમદાવાદ, રમણભાઈ પટેલ મહેસાણા, રવિન્દ્રભાઈ પટેલ સુરત, તેમજ ચાર સહમાનદ્ મંત્રી તરીકે જમનાદાસ વેલજીભાઈ ભૂજ, હર્ષદભાઈ પીંડારીયા પાટણ, અજયભાઈ શેઠ અમદાવાદ અને કનુભાઈ પટેલ પાલનપૂરની સર્વ સંમતિથીનિયુકિત કરવામાં આવેલ હતી.
સંસ્થાના પૂર્વ પ્રમુખ અને કારોબારી સભ્ય અરવિંદભાઈ બરછા, રાજકોટ, અરવિયદભાઈ શાહ, નડીયાદ સુરેશભાઈ સંઘવી, રાજકોટ દ્વારા નવ નિયુકત ટીમનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. પ્રમુખ દિનેશભાઈ કારીયાએ પ્રાસંગીક ઉદબોધન આપતા જણાવેલ કે, ગુજરાતમાં બહોળી સંખ્યામાં ચાના વેપારીઓ છે.
ચા એ ગરીબ અમીર લોકોનું પ્રિય પીણું છે.જેથી ચાના વેપારને લગતા નાના મોટા પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે હંમેશા કટીબધ્ધ રહીશ. તેમજ દરેકને સાથે રાખી સર્વ સંમતિથી યોગ્ય ઉકેલ લાવવાના પૂરતા પ્રયત્નો હશે અને હું મારી ટીમ સાથે રહીને વેપારને વધુ સમૃધ્ધ બનાવવાના પ્રયત્નો કરીશ અંતમાં નવનિયુકત માનદ મંત્રી નિરજભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરાઈ હતી.