પ્રમાણિકપણેઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને ઓર્ગેનિક જણસ ની પુરી કિંમત મળી રહે તે માટે સરકાર દ્વારા ઓર્ગેનિક વસ્તુઓ અને ખેતીને પ્રમાણ પત્ર આપવાનો ક્રાંતિકારી નિર્ણય
આરોગ્યની જાળવણી માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક વગર પકવેલા”ઓર્ગેનિક ખોરાક” ની વધતી જાગૃતિ અને માંગને લઇ દેશમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ ઉભું કરવા કેન્દ્રીયસહકાર મંત્રી અમિત શાહ નો નિર્ધાર
દેશભરમાં આરોગ્ય માટેની સામાજિક જાગૃતિ ને લઈને રસાયણ અને જંતુનાશક દવાઓના અતિરેકથી પકવવામાં આવતા અનાજ શાકભાજી ફળફળાદી જેવી ખેતપેદાશો ની લાંબાગાળાની આડઅસર ને લઈને લોકોમાં “નૈસર્ગિક” ધોરણે રસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ ના ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી દેશી ખાતર સાથે ની “ઓર્ગેનિક ખેતી” અને ખેત પેદાશો તરફ પસંદગી વધી છે, ઓર્ગેનિક ચીજ વસ્તુઓ ની માંગ વધી છે સાથે સાથે ઓર્ગેનિક ના નામે બિન ઓર્ગેનિક ધોરણે પકવવામાં આવતાં પાક ને પણ ઓર્ગેનિક ના નામે વેચવાનું કૌભાંડ ચાલે છે
દેશી ખાતર અને જંતુનાશક વગર થતી ઓર્ગેનિક ખેતીમાં ખેત પેદાશોની ગુણવત્તા સ્વાદ સોડમ સારી હોય છે પરંતુ પ્રમાણમાં ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતોને ઓછા ભાવે ઓર્ગેનિક ઉત્પાદનો વેચવા પોસાય નહીં, અને નકલી ઓર્ગેનિક ના ઓર્ગેનિક ના નામે સસ્તા ભાવે વેચાતા નકલીઓર્ગેનિક વસ્તુઓ ની હરીફાઈમાં સાચી રીતે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને ટકવું મુશ્કેલ છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળે તેવી એક જાહેરાત કરતા ગુરુવારે બ જણાવ્યું હતું કે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને મદદરૂપ થવા માટે સહકાર મંત્રાલય દ્વારા ખાસ યોજના બનાવવામાં આવી છે,
આ યોજના અંતર્ગત સહકાર મંત્રાલય દ્વારા દેશભરમાં લેબોરેટરી ઊભી કરીને ઓર્ગેનિક વસ્તુઓ ને અને જે જમીનમાં રાસાયણિક ખાતર નો ક્યારેય ઉપયોગ થયો નથી, તેવી જમીનોને ઓર્ગેનિક પ્રમાણપત્ર આપવામાં આવશે, આણંદખાતે નૈસર્ગિક ખેતીના રાષ્ટ્રીય પરિવાર ઉપસ્થિત અમિત શાહ આ જાહેરાત કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને વધુમાં વધુ ઓર્ગેનિક ખેતી તરફ વળે અને ઓર્ગેનિક ખેતી પેદાશોના સારા ભાવ મળે અને ભારતના ખેડૂતોનો માલ આંતરરાષ્ટ્રીય બજારમાં ધૂમ મચાવે તે માટે હવે સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી અને ઓર્ગેનિક ચીજવસ્તુઓને પ્રમાણપત્ર આપવામાં આવશે, જેનાથી નકલી ઓર્ગેનિક વસ્તુઓ વેચતા તત્વો પર લગામ આવશે અને અસલી ઓર્ગેનિક ચીજવસ્તુઓ પ્રમાણિત થઈ જશે.
અમુલ અને અન્ય કેટલીક સહકારી સંસ્થાઓ દ્વારા ઓર્ગેનિક ખેતી ને પ્રોત્સાહન આપવાનું કામ થઇ રહ્યું છે આવી પ્રવૃત્તિઓને વેગ આપી ભારતમાં ચીજવસ્તુઓનું આંતરરાષ્ટ્રીય બજાર ઉભુ કરવા માટે સરકાર દ્વારા ઓર્ગેનિક ચીજોને પ્રમાણિત કરવાની વ્યવસ્થા ઊભી કરી ઓર્ગેનિક સરસ અને ઓર્ગેનિક ખેતી ને પ્રમાણપત્ર મળશે
ઓર્ગેનિક ચીજવસ્તુઓ અને જમીનમાં ક્યારે કેમિકલ વપરાયા નથી તેવા પ્રમાણ પત્ર માટે દેશભરમાં લેબોરેટરી ઉભી કરવામાં આવશે, અત્યારે પ્રાયોગિક ધોરણે બે રાજ્યોમાં આવી લેબોરેટરી ઉભી કરવામાં આવશે અને ત્યાર પછી ક્રમસ: સમગ્ર દેશમાં આ વ્યવસ્થા ઊભી થશે, જેનાથી સાચી ઓર્ગેનિક વસ્તુઓ ની ઓળખ ઊભી થશે, અને બનાવટી રીતે ઓર્ગેનિક ના નામે છેતરપિંડી કરતાં તત્વો પર લગામ આવશે ,અમિતશાહ ગૃહ મંત્રાલયની સાથે સાથે નારાયણ સહકાર મંત્રાલયની જવાબદારી સંભાળી છે ત્યારે ઓર્ગેનિક ખેતી ને પ્રોત્સાહન આપવા માટે ઓર્ગેનિક ખાતર અને જેવિક ખેતી નો દેશમાં માહોલ ઉભો થશે ,રસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓ વગર કરવામાં આવતી ખેતી અને ઉત્પાદનોને હવે સરકાર પ્રમાણપત્ર આપશે, જેનાથી લોકોને અસલી ઓર્ગેનિક વસ્તુઓ મળશે અને ખેડૂતોને ઉંચા દામ મળશે