ગાયોને ચારો ને શ્ર્વાનોને રોટલા આપે છે

શહેરમાં ‘સુર્યદિપ’ ગોકુલનગર-૧, નિલકંઠ સીનેમા પાછળ, રહેતા દિલીપભાઇ કાનજીભાઇ ડાભી (મો.નં.૯૪૨૭૨  ૬૮૨૫૯) જીવદયા તથા મુંગા પશુ-પક્ષીઓની સેવા પ્રવૃતિ સાથે જીવન જીવી બીજા લોકોને પ્રેરણા આપી રહ્યા છે.

કોરોના મહામારી દરમિયાન સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકડાઉન જાહેર કર્યુ  ત્યારે તેમણે પોતાના રાષ્ટ્રવ્યાપી સંદેશમાં લોકડાઉન દરમિયાન મુંગા પ્રાણી પશુઓની સેવા કરવાનો સંદેશ આપ્યો હતો. જેમાંથી પ્રેરણા લઇ દિલીપભાઇએ વડાપ્રધાન રાહતફંડમાં (પી.એમ.ફંડ)માં ૧૧,૧૧૧ તથા મુખ્યમંત્રી રાહતદંડમાં રૂ‚.૧૦૦૦નું યોગદાન આવ્યું હતું.

વધુમાં કરૂણા ગૌશાળા સત્યમ પાર્ક પાછળ થોરાળા તથા ખોડિયાર ગૌશાળા લાપાસરી ગામ રોટરી કલબ ડેમની બાજુમાં, તથા મેલડીમાં મંદિર ગૌશાળા બાપુનગર નદી કાંઠે લીલાપીઠ પાસે, તથા ખોડીયાર ગૌશાળા, કાગદડી પાસે મોરબી રોડ, તથા અન્ય ગૈશાળા ખાતે પશુઓના લીલા તથા સુકા ઘાસચારો ૫૫૦૦ મણ લીલુ તથા સુકુ ઘાસ વિતરણ કર્યુ છે.

દરરોજ રામનાથ મંદિર, જીલ્લા ગાર્ડન, બાપુનગર નદીના પુલ પાસે ૮૦થી ૧૦૦ કુતરાઓને દરરોજ રોટલાઓનું ભોજન કરાવે છે. આવી રીતે મુંગા પશુ પ્રાણીઓની સેવાકીય પ્રવૃતિ રૂ. ૩ લાખથી વધારે રકમ દિલીપભાઇએ પોતાની અંગત બચતમાંથી ખર્ચ કરી પ્રેરણા પૂરી પાડી છે.

દિલીપભાઇ કેવડાવાડી પંચમુખી બાલાજી ગ્રુપના આગેવાન છે. ભાજપના બાર વર્ષથી કાર્યકર છે વોર્ડ નં.૧૪ બુથ નં.૮૯ના બુથ વાલી છે.

સેવાભાવી વ્યકિતની પ્રવૃત્નિે બીરદાવવા રાજકોટ શહેર પ્રમુખ કમલેભાઇ મીરાણી તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, શહેર ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, કેતનભાઇ પટેલ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.