• સહકારી નેતા દિલીપ સંધાણીની ઈફ્કોના ચેરમેન પદે બિનહરિફ વરણી
  • વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરિફ નિયુક્તિ

ગુજરાત ન્યૂઝ : સહકારી નેતા દિલીપ સંધાણીની ઈફ્કોના ચેરમેન પદે બિનહરિફ વરણી થઈ છે. ગઈકાલે ઈફકોના ડિરેકટર પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના જ બે ઉમેદવારો બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સ્પર્ધા થવા પામી હતી. આખરે જયેશ રાદડિયાનો બહુમતીએ વિજય થયો હતો. ત્યાર બાદ આજે ઈફકોના ચેરમેન પદ માટે યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન દિલીપ સંધાણીની બિનહરિફ વરણી થવા પામી છે.

દિલિપ સંઘાણીની બીજી વાર IFFCOના ચેરમેન તરીકે વરણી

65 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તો વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરિફ નિયુક્તિ થઈ છે. 21 ડિરેકટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયા છે. તો ઉત્તરપ્રદેશના વતની એવા બલવીરસિંહ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે.

ઈફ્કોના ડિરેક્ટર સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયા બન્યા

ગઈકાલે ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે.  જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા.  ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.