બી.સી.આઈ.ના સભ્ય પદેથી રાજીનામુ ન આપતા પગલા લેવાયા: જે.જે.પટેલ

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની મેમ્બરશીપ મુદ્દે વિવાદમાં આવેલા  રાજકોટ ભાજપ અગ્રણી અને  એડવોકેટ દિલીપભાઈ પટેલ ને આજે પ્રદેશ ભાજપ લીગલ સેલના  સહ ક્ધવીનર પદેથી દૂર કરાયા હોવાનું પ્રદેશ લીગલ સેલના ક્ધવીનર જે. જે .પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત.તારીખ 29 મેના રોજ ગુજરાત બાર કાઉન્સિલ ની એક્સ્ટ્રા ઓર્ડિનરી મિટિંગમાં  દિલીપભાઈ પટેલ નું બીસીઆઈના મેમ્બર પદેથી રાજીનામું માંગવામાં આવ્યું હતું  અને તેમના જગ્યાએ જામનગરના સિનિયર એડવોકેટ મનોજભાઈ  અનડકડની નિમણુક કરવા ભાજપ પક્ષ વતી કરાયેલા આદેશ નું પાલન કર્યું ન હતું. તેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તેમને રિકોલ કરીને તેમની જગ્યાએ જામનગરના એડવોકેટ મનોજ અનડકટ ની નિમણૂક કરવામાં આવી હતી. દરમિયાન આ બનાવને 15 દિવસનો સમય વિતવા છતાં દિલીપભાઈ નું બીસીઆઈના મેમ્બર પદેથી રાજીનામું આવેલ ન હોય તેમને ભાજપ પ્રદેશ લીગલ સેલના સહ ક્ધવીનર પદે થી આજે દૂર કરવામાં આવ્યા છે. તેમ આ અંગે પ્રદેશ ભાજપ લીગલ સેલના ક્ધવીનર જે.જે પટેલે મીડિયાને જણાવ્યું છે.

પક્ષનો આદેશ શિરોમાન્ય, પાર્ટી જેજવાબદારી સોંપશે તે નિભાવીશ: દિલીપ પટેલ

ભારતીય જનતા પાર્ટી ના સંયોજક તરીકે દિલીપ પટેલને દૂર કરેલ છે. હું નાનપણ બી.જે.પી સાથે જોડાયેલો છું અને  સામાન્ય કાર્યકર્તા થી માંડી  મને  ભા. જ.પ પક્ષે કોર્પોરેટર ,પ્રભારી અને 2008થી પ્રદેશ સુધી ની જવાબ દારી સોંપેલી તે મે ખુબજ સારી રીતે અને  ખંત પૂર્વક નીભવેલી છે. ભા. જ. પ નાં સૈનિક તરીકે  સંગઠન નું કામ કરેલું છે.  સમગ્ર સૌરાષ્ટ્રમાં વકીલો ને લીગલ સેલ અને બી.જે.પી માં સફળ રીતે જોડેલા છે. તેમજ વધુ ને વધુ બાર એસોસિએશન માં સમરસ ગુપ ની બોડી બને તેવી સફળ કામગીરી કરી છે.

પદ મહત્વ નું નથી મે 16વર્ષ લીગલ સેલ માં સફળ કામગીરી કરી છે .અને કરતો રહીશ તેમજ પક્ષનો આદેશ હું સિરો માન્ય માંનું છું.  મને ભાજપે નાની મોટી કામગીરી સોંપશે તે હું કરતો રહીશ  વર્તમાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માં થયેલી  ગેર સમજ ને ધ્યાન માં રાખી   કરેલો નિર્ણયને  હું સહજ રીતે સ્વીકારું છું. તેમ જાણીતા એડવોકેટ દિલિપ પટેલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.