88 વર્ષીય દિલીપ મહલાનાબી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો કરી રહ્યા હતા સામનો
ઓરલ રીહાઈડ્રેશન થેરાપી(ઓઆરટી)ને લોકપ્રિય બનાવવાના યોગદાનને કારણે જેમનું નામ પર ઓઆરએસના પર્યાય છે, તેવા ડોક્ટરનું રવિવારે કોલકાતામાં અવસાન થયું છે. 88 વર્ષીય દિલીપ મહાલનાબીસને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
મુખ્યત્વે બાળરોગ ચિકિત્સક તરીકે પ્રશિક્ષિત મહાલનાબીસે 1966 માં ઓઆરટી પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે જાહેર આરોગ્યમાં સાહસ કર્યું. કોલકાતામાં જ્હોન્સ હોપક્ધિસ યુનિવર્સિટી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર મેડિકલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના સંશોધન વિદ્વાન તરીકે ડોક્ટર ડેવિડ આર નલિન અને રિચાર્ડ સાથે તેમણે સંશોધન શરૂ કર્યું હતું.
ટીમે ઓઆરએસ વિકસાવ્યું હતું જેની અસરકારકતા 1971 બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ શરૂ થઈ ત્યાં સુધી માત્ર નિયંત્રિત પરિસ્થિતિઓમાં જ અજમાવવામાં આવી હતી.ઓઆરએસ એ એક મહાન શોધ છે અને તેમાં મહાલનાબીસનું યોગદાન પુષ્કળ રહ્યું છે. બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન કોલેરા રોગચાળા દરમિયાન મૃત્યુદર ઘટાડવા માટે કામ કર્યા પછી ઓઆરએસને વૈશ્વિક સ્વીકૃતિ મળી હતી, તેવું આઈસીએમઆર-નાઇસડના ડિરેક્ટર શાંતા દત્તાએ જણાવ્યું હતું.
યુદ્ધને કારણે 10 મિલિયનથી વધુ લોકો બંગાળના સરહદી જિલ્લાઓમાં ગયા હતા. બોનગાંવના શરણાર્થી શિબિરમાં કોલેરા રોગચાળો ફાટી નીકળ્યો હતો. તે સમયમાં મહાલનાબીસે સારવાર માટે ઓઆરએસની ભલામણ કરી હતી.
ઓઆરટીએ શરણાર્થી શિબિરોના દર્દીઓમાં મૃત્યુદર 30% થી ઘટાડીને લગભગ 3% કરી દીધો હતો. પાછળથી ઓઆરએસને દવામાં 20મી સદીની સૌથી મોટી શોધ તરીકે ઓળખવામાં આવી. મહાલનાબીસને કોલંબિયા યુનિવર્સિટી અને કોર્નેલ દ્વારા 2002માં પોલીન પુરસ્કાર સાથે અને થાઈ સરકાર દ્વારા 2006માં પ્રિન્સ મહિડોલ એવોર્ડથી માન્યતા આપવામાં આવી હતી. તેમણે તેમના જીવનની 1 કરોડ રૂપિયાની બચત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થ, કોલકાતાને દાનમાં આપી દીધી હતી જ્યાં તેમણે બાળરોગ ચિકિત્સક તરીકે તેમની સફર શરૂ કરી હતી.