કેશોદ શહેરમાં નગરપાલિકા હસ્તકના જર્જરીત બિલ્ડીંગો ભૂકંપનો એક સારો એવો આંચકો સહન કરી શકે તેમ નથી ત્યારે કોઇ અધટીત ધટના સર્જાશે તો જવાબદાર કોણ? તો પ્રશ્ર્ન લોકોમાંથી ઉઠવા પામ્યો છે.
કેશોદ નગરપાલિકાની પાસે ચાર ચોક પાસે આવેલ ટાવર બિલ્ડીંગ સાવ જજરીત હાલતમાં છે અને આ બિલ્ડીંગ નીચે અનેક વેપારીઓની દુકાનો આવેલી છે.
પરંતુ પાલિકાની બે દરકારીને કારણે કોઇ દુર્ધટના સર્જાશે તો આ જવાબદારી કોની? હાલમાં જ ભૂકંપ ના આંચકા આવ્યા હતા ત્યારે કોઇ આવો મોટા સ્કેલનો આંચકો આવે અને કોઇ દુર્ધટના બનશે તો આ નું જવાબદા કોણ? શહેરમાં નગરપાલિકા હસ્તકના જર્જરીત બિલ્ડીંગોની વાત કરીએ તો કેશોદ તાલુકા પંચાયત સામે એક બિલ્ડીંગ સાવ જર્જરીત હાલતમાં છે અને કેશોદના સદર ચોકમાં પણ એક જર્જરીત બિલ્ડીંગ છે ત્યારે આવા બિલ્ડીંગ વિશે જયારે જયારે પાલિકા તંત્રને પૂછવામાં આવે તો એક જ જવાબ મળે છે કે આવા બિલ્ડીંગની નીચે આવેલી દુકાનોના માલીકો સંમતિ આપતા ન હોવાથી અમો કાંઇપણ કરી ન શકીએ તેવો જવાબ તંત્ર તરફથી મળતો હોય છે. ત્યારે ખરેખર આવા તમામ બિલ્ડીંગ નગરપાલિકાના છે ત્યારે જવાબદાર પણ તેવો નહીં તો કોણ? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.