ફેબ્રુઆરી મહિનો એ યુવાઓ માટે ઘણો ખાસ જોવા મળે છે કારણ કે આ મહિના માં ઘણા ખાસ દિવસો જોવા મળે છે મોટાભાગના પ્રેમી યુગલો, નવા પરિણીત યુગલો આ મહિનાની રાહ જોતા હોય છે ત્યારે પ્રેમી પંખીડાઓને દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગેના ફિલ્મ મેકર દ્વારા એક ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેનાં દિવસે ફરી રિલીઝ થવા જઈ રહી છે, 37થી વધુ શહેરોમાં આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે.
ભારતના ૩૭ શહેરોમાં થશે રીલીઝ
DDLJ ભારતમાં 37 થી વધુ શહેરોમાં રિલીઝ થશે જેમાં મુંબઈ, પુણે, અમદાવાદ, સુરત, વડોદરા, ગુડગાંવ, ફરીદાબાદ, લખનૌ, નોઈડા, દેહરાદૂન, દિલ્હી, ચંદીગઢ, કોલકાતા, ગુવાહાટી, બેંગલુરુ, હૈદરાબાદ, ઈન્દોર, ચેન્નાઈ, વેલ્લોર અને ત્રિવેન્દ્રમનો સમાવેશ થાય છે. આદિત્ય ચોપરા દ્વારા દિગ્દર્શિત દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ), ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી લાંબી ચાલતી ફિલ્મ છે. મુંબઈના મરાઠા મંદિરમાં આ ફિલ્મ દર્શકોને હજુ દેખાડવામાં આવી રહી છે ત્યારે હવે આ વર્ષે વેલેન્ટાઈન ડેના અવસર પર, ડીડીએલજેને સમગ્ર ભારતમાં વ્યાપકપણે રિલીઝ કરવામાં આવશે.
રોહન મલ્હોત્રા, વાઈસ પ્રેસિડેન્ટ – ડિસ્ટ્રિબ્યુશન, YRFએ જણાવ્યું હતું કે, “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ), સિનેમાના ઈતિહાસમાં સૌથી લાંબી ચાલતી ફિલ્મ છે અમને દર્શકો અને ચાહકો તરફથી ફિલ્મના વ્યાપક સ્ક્રીનિંગ માટે સતત વિનંતીઓ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આ વર્ષે વેલેન્ટાઈન ડેના અવસર પર અમે તેમની ઈચ્છા પૂરી કરી રહ્યા છીએ. 10 ફેબ્રુઆરીથી સમગ્ર ભારતમાં, DDLJ માત્ર એક અઠવાડિયા માટે સ્ક્રીનીંગ કરવામાં આવશે.
દર્શકોને ફરી જોવા મળશે જા સીમરન જા જીલે અપની ઝીંદગી
આજથી તો 14મી ફેબ્રુઆરી સુધી દર્શકો બોલીવુડના બાદશાહ ખાનને ફરી DDLGના રાજ તરીકે જોઈ શકશે. આ ફિલ્મ આજે પણ દર્શકોના દિલમાં રાજ કરી રહી છે. જેમાં કાજોલ, અમરીશ પૂરી, શાહરૂખ ખાન, અનુપમ ખેર વગેરેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ શાશ્વત પ્રેમનું એક સ્વરૂપ પણ છે.