લોખંડના ગડરને પકડીને ઊભા રહી ગયેલા યુવકને દોઢ કલાકની જહેમત બાદ ફાયરે બહાર કાઢ્યો
જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક કોજવે ના હતા પ્રવાહમાં પરપ્રાંતિય શ્રમિક તણાયો હતો, પરંતુ તેના હાથમાં લોખંડનો ગડર આવી જતાં પકડીને ઉભો રહ્યો હતો. દરમિયાન ફાયર બ્રિગેડની ટુકડીએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી દોઢ કલાક ની જહેમત બાદ યુવકને જીવિત બહાર કાઢી લીધો હતો. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
આ બનાવ ની વિગત એવી છે કે દરેડ નજીકના બેઠા કોજવે પુલ પરથી બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં એક પર પ્રાંતીય યુવાન કે જે પગપાળા ચાલીને જઈ રહ્યો હતો, દરમિયાન તેનો પગ લપસી જતાં તણાયો હતો.
પરંતુ પૂલના કિનારે રહેલો એક લોખંડનો ગડર તેના હાથમાં આવી જતાં પકડીને ઉભો રહી ગયો હતો. દરમિયાન ગામના સરપંચ ને જાણ થવાથી તેઓએ તરત જ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમને બોલાવી લીધી હતી, અને ફાયરના સાત જવાનો સાથે ની બે ટુકડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.સૌપ્રથમ એક ફાયર નો જવાન પાણીમાં કુદીને લોખંડનું ગડર પકડીને ઉભેલા યુવક સુધી દોરડા સાથે પહોંચી ગયો હતો, લોખંડના યુવકની સાથે જોડાઈ તેને સાંત્વના આપી હતી.
ત્યારબાદ એક કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું, અને એકથી વધુ દોરડા પાણીમાં નાખી રેસ્ક્યુ જેકેટ-ટ્યુબ વગેરેની પણ મદદ લઈને પાણીમાં ડૂબી રહેલા શ્રમિક યુવાનને સહી સલામત રીતે બહાર કાઢી લીધો હતો, જેથી સર્વે હાથકારો અનુભવ્યો હતો. આ સમગ્ર દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કોઝવે ના કાંઠે ઊભેલા અનેક લોકોએ નિહાળ્યું હતું, તેમ જ પોતાના મોબાઈલ ફોનમાં પણ સમગ્ર કામગીરીને કેદ કરી હતી. જે શોષિયલ મીડિયામાં ફરતી થઈ છે. શ્રમિક અને તેના પરિવારજનો એ ફાયર બ્રિગેડની ટિમનો આભાર માન્યો હતો અને યુવકને તેના ઘેર સહી સલામત મોકલી દેવાયો છે.
દરેડ વિસ્તારમાં આવેલા ખોડીયાર મંદિરમાં ભારે વરસાદને લઈને પાણી ફરી વળ્યા
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલું ખોડીયાર માતાજીનું મંદિર, કે જ્યાં આજે પડેલા ભારે વરસાદને કારણે મંદિર પરિસરમાં પાણી ફરી વળ્યા હતા, અને અડધું મંદિર પાણીમાં ડૂબ્યું હતું. ચાલુ સીઝનમાં બીજી વાર મંદિર પાણીમાં ડૂબ્યું છે. જામનગર તાલુકા દરેડ સહિતના ઉપરવાસમાં અને લાલપુર પંથક માં થયેલા ભારે વરસાદના કારણે રંગમતી નદી માં પૂર આવ્યા હતા.અને જામનગર તાલુકા ના દરેડ ગામ નજીક નાં ખોડિયાર માતાજી નું મંદિર ને ચો તરફ પાણી ફરી વળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ ભારે વરસાદ પડે, ત્યારે આ મંદિર ફરતે પાણી ફરી વળે છે. લાલપુર પંથક મા છેલ્લા બે દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ધસમસતો પાણીનો પ્રવાહ દરેડ ની નદીમાં આવ્યો છે.