સમગ્ર સંસારને છોડવાની પ્રક્રિયા તેનું નામ સંયમ: ધીરગુરુદેવ
કાટકોલા ગામે જૈનમુનિ પૂજય શ્રી ધીરગુરુદેવે જણાવેલ કે આર્ટ ઓફ લવીંગ-સર્વને પ્રેમ કરતા શીખો, આર્ટ ઓફ લર્નીંગ-કાંઈક નવું શીખો, આર્ટ ઓફ લીવીંગ-સમગ્ર સંસારને છોડવાની પ્રક્રિયા તે સંયમ છે.
ગામના પાદરે ઓસવાલ બેન્ડે શહિદોને સલામી આપ્યા બાદ શોભાયાત્રા ડુંગર દરબારમાં પૂર્ણ થયા બાદ મણિયાર પરિવારના કિશોર, દિનેશ, કીર્તિ પંકજ અને સરપંચ યોગેશ કરમુર અને જશાપરના સરપંચ મથુર ગાગલિયાનું તેમજ કળશના લાભાર્થી અનિલાબેન દિલીપભાઈ ધોળકિયાનું અને સંઘસેવકોના સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દુબઈ, મસ્કત, મુંબઈ, દિલ્હી, રાજકોટ, જામનગર, જેતપુર, ધોરાજી, ધ્રોલ, જશાપર, લાલપુર, ઉપલેટા, પોરબંદર વગેરે ગામના ભાવિકોની હાજરી હતી. ઈન્દ્રપ્રસ્થનગર સંઘે રૂ.૨ લાખનો ચેક શ્રી પ્રેમ-ધીર જીવદયાઘર-પાંજરાપોળને અર્પણ કરેલ.
ઉપાશ્રય નિર્માણક જેશંકરભાઈ ભોગાયતાની સેવા બિરદાવી હતી. માંગલિક પાઠ બાદ માતુશ્રી ચંદનબેન ધીરજલાલ મણિયાર-ચંદ્રપ્રભુ જૈન ઉપાશ્રયનું ઉદઘાટન મણિયાર પરીવારે કરેલ. લાડુની પ્રભાવનાનો ડો.ચંદ્રાવારીઆએ અને ધુમાડાબંધ ગામજણનો મણિયાર પરિવારે લાભ લીધેલ. પૂ.શ્રી સોમવારે જશાપરા (જન્મભૂમિ) પધાર્યા બાદ પોરબંદર તરફ વિહાર કરશે.