માત્ર ૧૬ વર્ષની ઉંમરે અને કારકિર્દી બનાવવાને બદલે ભવોભવનું કલ્યાણ કરવા સયંમનો માર્ગ અપનાવવાનું જણાવતા મુમુક્ષ આરાધના ડેલીવાળા: દિક્ષા માર્ગે વળેલા મુમુક્ષોએ આપી અબતકને મુલાકાત

રાષ્ટ્ર સંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના પાવન ચરણમાં શરણાધીન બનીને શયમની આરાધના કરવા જઈ રહેલી બે મુમુક્ષ આત્માઓ ઉપાષનાબેન શેઠ તેમજ આરાધનાબેન ડેલી વાળાના ભગવતી મહોત્સવનો અવસર નજીક આવી રહ્યો છે. ત્યારે આ બે મુમુક્ષોએ દિક્ષાના ભાવ કઈ રીતે જાગ્યા તે અંગે ‘અબતક’ને વિશેષ મુલાકાત આપી છે.

મુમુક્ષ ઉપાષનાબેન કે જેઓએ અઢળક સંપતિનો ત્યાગ કરી સયંમનો માર્ગક અપનાવવા જઈ રહ્યા છે. તેમજ આરાધનાબેન ડેલીવાળા જેઓને માત્ર ૧૬ વર્ષની ઉમરે દિક્ષાના ભાવ જાગ્યા છે. જેઓએ હમણા જ ધોળકીયા સ્કુલ અંગ્રેજી માધ્યમમાં ૯૯.૯૪પીઆર મેળવી અવ્વલ નંબર મેળવ્યા છે. તેઓએ પોતાની શૈક્ષણીક ક્રેરીયર બનાવવાના બદલે સયંમના માર્ગે પ્રયાણ કર્યું છે.

સત્યની પ્રેરણા કઈ રીતે જાગૃત થઈ તેના જવાબમાં ઉપાષના બેન શેઠે જણાવ્યું કે પરમાત્માના માર્ગમા ઘણુ બધુ સત્યતત્વ રહેલુ છે. આપણી લાઈફનો હેતુ શું હોઈ છે? શા માટે જીવન?, શા માટે મૃત્યુ? સંસારી માર્ગે વ્યકિત એક ભવનુ પ્લાનીંગ કરે છે. પરંતુ સયંમના માર્ગમાં ભવોભવનું પ્લાનીંગ થાય છે. દિક્ષા લેવામાં ફેમીલી રીએકશન કેવું રહ્યું? તેના ઉતરમાં ઉપાષનાબેન શેઠે જણાવ્યું કે મને જયારે દિક્ષાના ભાવ જાગ્યા ત્યારે પરિવારે પણ એકક્ષણની પણ રાહ જોઈ નહી અને મંજુરી આપી દીધી.1 77વધુમાં જણાવ્યું કે જૈન સમાજની દિક્ષા એટલે મારામાટે ઈચ્છામૃત્યુની સાધના, નમ્રમુની મહારાજ વ્યકિતત્વ અનેક ગુણો સભર છે. અને તેઓ કોઈપણ સત કાર્યમાં એકસતનિમિત છે. તેઓએ મા‚ અસ્તિત્વ અને વ્યકિતત્વ પ્રભાવીત કર્યું છે. મોબાઈ અને લકઝરી લાઈફસ્ટાઈલ તેમજ લંડન જેવા સ્થળોએ ફરેલા ઉપાષનાબેનને આ બધુ ત્યાગ કરવાનું કેવું અઘ‚ લાગશે તેમ પૂછતા જણાવ્યું કે ઘોડો જયારે રેસમાં દોડતો હોય ત્યારે તેને ખબર નથી હોતી પણ તે માલીકના પ્રહારથી દોડતો હોય છે તેવી રીતે લાઈફમાં કઠણાઈ, વેદના આવશે ત્યારે હું સમજી કે ગુરૂદેવા મને જીતાડવા માંગે છે. જેમ આપણે હોટલમાં મહેમાન બની રહીએ છીએ તેમ આ જીવનમાં પણ બધી લકઝરી વસ્તુઓ ક્ષણ પૂરતી છે. તેમજ પાણીના પરપોટાની જેમ ક્ષણભરમાં ફૂટી જાય છે.

ગુરુદેવના છાયડા નીચે શુ અનુભૂતી થશે તેમ પૂછતા જણાવ્યું કે ગૂ‚દેવનું છાયડુ પરમપિતાનું છાયડુ છે. જેમાં સત્યની સમજણ અને પળેપળે આત્માનો વિકાસ કરવાની પ્રેરણા મળતી રહેશે.

પ્રભાવક આરાધનાબેન ડેલીવાળાને તમે માત્ર ૧૬ વર્ષના છો તેમ છતા કઈ રીતે દિક્ષાના ભાવ જાગ્યા તેમ પૂછતા તેમણે જણાવ્યું કે મે ૨૦૧૬માં જ સયંમના માર્ગે જવાની મનોમન ધારણા કરી લીધી હતી. અને ગુરૂદેવને વિનંતી કરતા આ માર્ગે જવાનું સરળ બન્યું છે. શરીરની ઉમર હોય છે આત્માની કોઈ ઉંમર જ હોતી નથી. સંસારીએ જીવનને કઈ રીતે સાર્થક કરવુ તેમ પૂછતા જણાવેલ કે એક સંસારી બધી જ જવાબદારી નિભાવે છે.

જયારે એક સંયમી નિસ્વાર્થ ભાવે જવાબદારી નિભાવે છે. દરેકે કોઈપણ જાતનાસ્વાર્થ વગર પોતાના પરિવારની સમાજની જવાબદારી નિભાવવી જોઈએ વધુમાં જણાવ્યું છે જો મે આ ભવમાં આ માર્ગ અપનાવ્યો ન હોત તો મને બીજા ભવમાં પણ મનુસ્ય અવતારજ મળત આપણે કઈ પણ કરીયે છીએ તે માત્ર આ ભવ પૂરતુ છે. પરંતુ ભવોભવનું કલ્યાણ થાય તે માટે દિક્ષાનો માર્ગ અપનાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.