પૂ. સ્મિતાજી મ.સ. પૂ.બંસરીજી મ.સ.એ પાઠવી દીક્ષાર્થીને શુભેચ્છા

 

અબતક – રાજકોટ

સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા, પેલેસ રોડના પ્રબળ પુણ્યોદયે વર્ષો પછી પૂ.શ્રી ધીરગુરૂદેવના શુભ સાંનિધ્યે મુમુક્ષુ કુ.રોશનીબેન નલીનભાઈ આશરાના ભાગવતી દીક્ષા મહોત્સવની શાનદાર ઉજવણી થઈ રહેલ છે. દીક્ષા પ્રસંગે સમૂહ આયંબિલ તપમાં સેંકડો ભાવિકો જોડાયા હતાં. વીર આવો અમારી સાથે મંડળે મુખવસ્ત્રિકા, માળા અને દાતાઓએ રોકડથી બહુમાન કરેલ, જ્યારે બપોરે પૂ.પારસમૈયાની સ્મૃતિમાં આશરા પરિવાર પ્રેરિત સમૂહ સાંજીમાં બહેનોની ભરતીથી હોલ ગુંજી ઉઠયો હતો.

શનિવારે તીર્થંકરો દ્વારા આચરિત અને ચંદ્રીકાબેન શાંતિલાલ ગોપાણી પ્રેરિત વરસીદાન વિધિ અને બપોરે અનિલભાઈ મણિલાલ વિરાણી પ્રેરિત કોળીયાવિધિ યોજાયેલ. તા.12ને રવિવારે સવારે 7-15 થી 8-15 કલાકે પંચવટી મેઈન રોડ, રાજપથ બિલ્ડીંગના પટાંગણે માતુશ્રી રમીલાબેન હરકિશનદાસ બેનાણી પરિવાર, પ્રેરિત નવકારશી બાદ 8-31 કલાકે દીક્ષાર્થીની મહાભિનિષ્ક્રમણ-શોભાયાત્રાનો પ્રારંભ થશે. જે અમીન માર્ગ જયજિનેન્દ્ર આરાધના ભવન, એસ્ટ્રોન-મહાવીર ચોક થઈ હેમુ ગઢવી હોલ ખાતે ડુંગર દરબારમાં પરિવર્તિત થયા બાદ સાહિત્યપ્રેમી પૂ.દેવેન્દ્રમુનિ મ.સા. પૂ.ધીરજમુનિ મ.સા., પૂ.સુશાંતમુનિ મ.સા. તથા ગોંડલ, બોટાદ, સંઘાણી, ગોપાલ સંપ્રદાયના મહાસતીજીઓની ઉપસ્થિતિમાં એકલવીર ધીરજ છેડા સૂત્ર સંચાલન કરશે.

પૂ.ગુરૂદેવે ધર્મસભાને સંબોધતા જણાવેલ કે દીક્ષા અશુભકા બહિષ્કાર હૈ, દીક્ષા શુભ કા સ્વીકાર હૈ, દીક્ષા શુધ્ધત્વ કા પરિષ્કાર હૈ, દીક્ષા સ્વરૂપકા આવિષ્કાર હૈ, સંયમ જીવન છે જગમાં કલ્યાણકારી, મુક્તિનો આ માર્ગ છે મંગલકારી. મન-વચન-કાયાના અસંયમને ત્યાગી, સંયમ (યમ-નિયમ)ને સ્વીકારવાથી જીવન સફળ બને છે. દીક્ષા મહોત્સવને સફળ બનાવવા સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરાના નેતૃત્વમાં સંઘ, મહિલા મંડળ, દીક્ષા સમિતિ તથા રમણીકલાલ મોહનલાલ આશરા પરિવાર જહેમત ઉઠાવી રહેલ છે. સંઘરત્ન અજયભાઈ શેઠ, મુકેશભાઈ કામદાર વગેરે સહભાગી બની રહ્યાં છે.

પડધરીની પાવન ધરાએ જૈન શાસન શરણે સમર્પિત કરેલા અણમોલ સંયમ રત્નો

સંયમ સર્મોશરણમાં પૂ. સ્મિતાજી મ.સ., પૂ. બંસરીજી મ.સ. તથા વીર આવો અમારી સાથે મંડળના પ્રફુલાબેન કામદાર, વિરાર સંઘના મંત્રી દીપ્તી કામદાર વગેરેએ રોશનીબેન શુભેચ્છા પાઠવી હતી.

પડધરીની પાવન ધરાએ શાસન શરણે 18 અણમોલ સંયમ રત્નો સમર્પિત કર્યા છે. આ પાવન ધરા ઉપર જન્મ લેનાર જેતુબાઈ સ્વામી જેઓ ધર્મે ક્ષત્રિય હતા તેઓએ પ્રથમ દિક્ષા લીધી હતી. બાદમાં પૂ. રળીયાતબાઈ મ.સ, પૂ. સમરતબાઈ મ.સ., અધ્યાત્મયોગી પૂ. રંભાબાઈ મ.સ. ( રંભાબેન વસનજીભાઈ આશરા), પૂ. નવલબાઈ મહાસતીજી(નવલબેન કાંતિલાલ મહેતા), પૂ. કુંદનબાઈ મ.સ.( કુંદનબેન કાંતિલાલ મહેતા), પૂ. પુષ્પાબાઈ મ.સ.( પુષ્પાબેન કાંતિલાલ મહેતા), પૂ. સરોજબાઈ મ.સ. ( સરોજબેન શાંતિલાલ મહેતા), પૂ. નિર્મળાબાઈ મ.સ., પૂ. હર્ષિદાબાઈ મ.સ. ( હર્ષિદાબેન જુઠાલાલ દેસાઈ), પૂ. તારાબાઈ મ.સ. ( તારાબેન પ્રાણશંકરભાઈ દેસાઈ), પૂ. ગુણીબાઈ મ.સ. ( ગુણવંતીબેન પ્રાણશંકરભાઈ દેસાઈ), પૂ. રમાબાઈ મ.સ. (રમાબેન શાંતિલાલ દેસાઈ), પૂ. વિમળાબાઈ મ.સ. ( વિમળાબેન મણિલાલ આશરા), પૂ. પદ્માબાઈ મ.સ. ( પદ્માબેન મણિલાલ આશરા), પૂ. જિજ્ઞાબાઈ મ.સ.( જીજ્ઞાબેન નવીનચંદ્ર પટેલ), પૂ. લીનાબાઈ મ.સ. ( લીનાબેન ચીમનલાલ ગાંધી) અને પૂ. રોશનીબાઈ મ.સ. ( રોશનીબેન નલિનભાઈ આશરા)એ દીક્ષા અંગીકાર કરી છે.

સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં વરસીદાન વિધિ સંપન્ન કાલે મહાભિનિષ્ક્રમણ શોભાયાત્રા અને દીક્ષા મંત્ર અર્પણ વિધિ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.