ગેરકાયદે ખોદકામ સામે યોગ્ય તપાસ કરવા પૂર્વ સરપંચ હરસુખભાઈ સોલંકીની મુખ્યમંત્રીને રજૂઆત
જામજોધપુર તાલુકાના ઝીણાવારી તથા મોટી ગોપ ગામે જિલ્લા કલેકટર દ્વારા 12.11.1945થી 25 વર્ષના ભાડા પેટે શરતો ને આધીન જમીન આપવામાં આવેલ છે. આ જમીન પર દિગ્વિજય સિમેન્ટ ફેકટરી સિકકા દ્વારા ખોદકામ કરી પુષ્કળ પ્રમાણમાં સફેદ પથ્થર કાઢવામાં આવે છે. ત્યારે અહીં કંપની દ્વારા થઈ રહેલ ખોદકામમાં ખૂલ્લેઆમ શરતોનો ભંગ થઈ રહ્યો છે. જેમકે આ જમીન પર ધારાધોરણ મુજબ અમુક અંદાજ સુધી જો જમીનનું ખોદાણ કરવું તે શરતોનો ભંગ કરી નકકી કરેલ ઉંડાણથી ચારગણીઉડાણ કરી ખોદકામ કરી પથ્થર કઢાઈ છે.
આ બંને ગામમાં ક્ષેત્રફળ નકકી કરવામા આવેલ છે તે ક્ષેત્રફળ સિવાય અન્ય સરકારી ખરાબાની જમીનમાં કંપની દ્વારા પ્રવેશ કરી ખોદકામ કરી ગેરકાયદેસર રીતે મોરમ તથા સફેદ પથ્થર કાઢી દિગ્વિજય સિમેન્ટ ફેકટરી સરકારને મોટુ નુકશાન કરી રહી છે. આમ આ કંપની દ્વારા સરકારે ફાળવેલ રેવન્યુ સર્વે વાળી જગ્યાને બદલે ગેરકાયદેસર રીતે બાજુનાં સરકારી ખરાબામાં ખોદકામ કરી શરતોનો ખૂલ્લેઆમ ભંગ કરી ખનીજ ચોરી કરે છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરીપ ચ રોજ કામ કરી સરકારી ખરાબાની તપાસ થઈ તો ખનીજ ચોરી થયાનું રેકર્ડ પર આવે અને ગુજરતામાં આજ દિવસ સુધી થયેલ તમામ ખનીજ ચોરી કરતા મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. આમ દિગ્વિજય કંપની દ્વારા સરકારની મિલકતને મોટુ નુકશાન કરેલ હોઈ જવાબદાર કંપનીના અધિકારીને આ કૌભાંડમાં જે કોઈ સામેલ હોઈ તેમના પર પગલા લેવા મોટી ગોપના પૂર્વ સરપંચ હરસુખભાઈ સોલંકીએ મુખ્યમંત્રી તેમજ કલેકટરના લેખીત અરજી કરેલ છે.