મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે

21મી સદીમાં જનદર્શન વિષય ઉપર પ્રવચન: જૈન વિઝનની ટીમ અને મહિલા વિંગ દ્વારા તડામાર તૈયારી

ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અંતર્ગત  જૈન વિઝન સંસ્થા દ્વારા  આવતીકાલ રવિવારે 21મી સદીમાં જૈન દર્શન એ વિષય ઉપર પ્રખર વક્તાઓના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ત્રણ મહાનુભાવોને સેવા રત્ન એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે. અનેક જૈન શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમની સફળતા માટે જૈન વિઝનના કાર્યકરો અને આગેવાનોની ટીમ કામે લાગી ગઈ છે.

જૈન વિઝન દ્વારા આવો રે આવો મહાવીર નામ લઈએના દશાબ્દી વર્ષ નિમિત્તે વિવિધ ભક્તિમય કાર્યક્રમ અને અન્ય ધાર્મિક  કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં અવાયું છે અને આ વખતનું આયોજન અભૂતપૂર્વ થાય તે માટે જૈન વિઝન ના તમામ કમિટી મેમ્બર કટીબધ્ધ છે.

મિલન કોઠારીએ એક યાદીમાં જણાવ્યું છે કે, આવતીકાલ તા. 26 માર્ચના રોજ હેમુ ગઢવી હોલ ખાતે જૈન દર્શનનો એક અદભુત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે . આ કાર્યક્રમમાં જાણીતા અભિનેતા  અને દિગ્દર્શક દીપક અંતાણી, હાસ્યકાર જગદીશ ત્રિવેદી અને કવિ રઈશ મણિયાર જેવા પ્રખર વક્તાઓ 21મી સદીમાં જૈન દર્શન વિષય ઉપર સંબોધન કરશે. આ કાર્યક્રમનો સમય રાત્રે 9-15 વાગ્યાનો છે અને તેના વિનામૂલ્યે પાસ અને રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર 98986 13177 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આ કાર્યક્રમમાં સમાજમાં અનોખું પ્રદાન આપનારા ત્રણ મહાનુભાવો કીર્તીદાન ગઢવી, જગદીશ ત્રિવેદી અને રઈશ મણિયારનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમનું ઉદઘાટન ધારાસભ્ય ડો દર્શિતબેન શાહ કરશે. જયારે મુખ્ય મહેમાનપદે જ્યોતીન્દ્રભાઈ  મહેતા, રાજુભાઈ દોશી, નલીનભાઈ વસા, જયેશભાઈ શાહ, સુનીલભાઈ શાહ, અપૂર્વભાઈ મણિયાર, રશ્મીભાઈ મોદી, અમીનેશભાઈ રૂપાણી, મયુરધ્વજસિંહ જાડેજા, ડો. મેહુલ રૂપાણી, પારસભાઈ ખારા, ધર્મેશભાઈ વૈદ, ઋષભભાઈ શેઠ, ડો. રાજુભાઈ કોઠારી, હેમલભાઈ મહેતા, અપુલભાઈ દોશી, મિતુલભાઈ વસા અને નીલેશભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહેશે.

મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી અંતર્ગત જૈન વિઝન દ્વારા અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે જેમાં તા. 3 એપ્રિલનાં રોજ ભક્તિ સંગીત અને 4 એપ્રિલનાં રોજ  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં ગીતોની  પ્રસ્તુતિ રાત્રીનાં  થશે. 4 થી તારીખે જ બપોરે મહાવીર સેવા ટ્રસ્ટના સહયોગથી હેમુ ગઢવી નાટ્યગૃહમાં 250 કલાકારોનો કાફલો ધરાવતા નાટ્યની પ્રસ્તુતિ પણ થશે.

આ તમામ કાર્યક્રમો અને જૈન વિઝનની સેવાકીય પ્રવૃતિઓ માત્ર કોઈ એક નહી પરંતુ સર્વ સમાજના લાભાર્થે થાય છે તેવુ જૈન વિઝનનાં  સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું છે. જૈન વિઝન એ રાજકોટની એક એવી સામાજિક સંસ્થા છે કે જે આખું વર્ષ જૈન-જૈનેતરો માટે સેવાકીય કાર્યો કરતી રહે છે. સંસ્થા દ્વારા અનાજ વિતરણ, મેડીકલ કેમ્પ, વેક્સીનેશન કેમ્પ, અનાથ બાળકોને પીકનીક, ઉનાળામાં ચકલીના માળા વિતરણ સહિતના સેવા કાર્યો ઉપરાંત સમાજોપયોગી  પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી ઉપરાંત  જય કામદાર, ભરતભાઈ દોશી, મયુરભાઈ શાહ, ગીરીશભાઈ મહેતા, અજીતસિંહ  વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.