મા તે મા….. દરેક વ્યક્તિને ઘોડિયામાંથી ઘોડે ચડ બનાવવામાં માનું અમૂલ્ય યોગદાન હોય છે..માં બાળપણમાં જ નહીં જીવનભર ની પ્રેરણા બને છે કદાચ માં 1000 વર્ષ જીવીને પ્રભુ શરણ થાય તો એ તેની ખોટ પડ્યા વિના રહેતી નથી… રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ બાન્સ લેબ દ્વારા મોલેશભાઈ ઉકાણી અને ડોક્ટર નટુભાઈ ઉકાણી ના માતૃશ્રી લાભુબેન ડાહ્યાભાઈ ઉકાણીનું અવસાન થતા ઉકાણી પરિવાર પર આભ તૂટી પડવા જેવું દુ:ખ આવી પડ્યું તું ….આ કપરી ઘડી માં સધિયારો આપવા લાભુ બાની અંતિમયાત્રામાં પણ હજારો સ્વજનો’ સજળ ’નયને જોડાયા હતા ત્યારબાદ હેમુ ગઢવી હોલમાં લાભુ બાની પ્રાર્થના સભા તરીકે 1 ઓગસ્ટ ગુરુવારે રાજકીય સામાજિક આગેવાનો સંતો મહંતો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમાં શ્રીનાથ ધામ હવેલી ના વૈષ્ણવવાચાર્ય વ્રજરાજ કુમાર જીઅને અબ તક ના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા એ લાભુબા ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા
જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જયારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ દેશ-વિદેશના ઉદ્યોગ જગતના માંધાતાઓ, ધર્મગુરુઓ તેમજ આઈએએસ અને આઇપીએસ અધિકારીઓએ મૌલેશભાઈ ઉકાણીને ટેલીફોનિક દિલસોજી પાઠવ્યો હતો. બાન લેબના સેવાભાવી ઉદ્યોગપતિ અને સીદસર ઉમાધામના ચેરમેન તથા દ્વારકાધીશ મંદિર દ્વારકાના ટ્રસ્ટી મૌલેશભાઈ ઉકાણી સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટેલીફોનિક વાતચીત કરી મૌલેશભાઈ તેમજ તેમના પરિવારજનોને આ દુ:ખની ઘડીમાં હિંમત રાખવા માટે અને સદગત લાભુબાને પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ઉપરાંત રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ દ્વારા ટેલીફોનિક શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.
શ્રદ્ધાંજલિ સભામાં આખો હોલ ભરચકક થઈ ગયો હતો. ધારાસભ્ય ઉદય કાનગડ, ડોક્ટર દર્શિતા શાહ, રમેશ ટીલાળા, મહેન્દ્ર પાડલીયા, ભાજપ પ્રદેશ અગ્રણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા, રાજકોટની શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ તથા અન્ય પક્ષોના હોદ્દેદારો, નગરસેવકો, રાજકોટ ઉદ્યોગજગતની હસ્તીઓ, ઉમિયા ટ્રસ્ટ ઊંઝાના હોદ્દેદારો, જુનાગઢ ઉમિયાધામ, ગાંઠિલા, વાંઢાઈ, સિદસર ઉમિયાધામ, તેમજ અન્ય વિવિધ પાટીદાર તથા શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, દરેક સમાજ અને જ્ઞાતિ નાં અગ્રગણીઓ, પાટીદાર સંગઠનના હોદ્દેદારો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો તેમજ શહેરના નામાંકિત ડોક્ટરો,એડવોકેટ, બિલ્ડરો,આર્કિટેક્ટ સહિત અગ્રણીઓ પ્રાર્થના સભામાં હાજર રહી લાભુ બાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
જ્યારે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ મોલેશભાઈને રૂબરૂ ઘરે મળી આ દુ:ખની ઘડીમાં હૂંફ આપી ભાવાંજલિ અર્પણ કરી હતી. પૂજ્ય લાભુબાના નિધનથી બાન પરિવારના ડોક્ટર ડાયાભાઈ પટેલ, મૌલેશભાઈ ઉકાણી, ડોક્ટર નટુભાઈ, સોનલબેન, અમિતાબેન, શીતલબેન, લલીતભાઈ, ઉષાબેન, ડોક્ટર કિર્તીભાઈ, માધુરીબેન તેમજ સમગ્ર પરિવાર માટે માતૃ વિયોગની આ ઘડી કપરી છે. માતૃત્વ એ ઈશ્ર્વરનો પર્યાય છે અને જે સજીવન રહી પરિવાર પર હંમેશા આશીર્વાદ વરસાવે તેવી શ્રદ્ધાંજલિ ઉકાણી પરિવારની પાઠવવામાં આવી રહી છે.