સાગર સંઘાણી
ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ. જામનગર સહિત સમગ્ર રાજયમાં રામનવમીની ભ્વ્યાંતી ઉજવણી કરવામાં આવી રહી છે જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજી ની જન્મ જયંતી નિમિત્તે વિશેષ દર્શન રાખવામાં આવ્યા હતા.
જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ઉપરાંત અન્ય આગેવાનો, કોર્પોરેટરો, વગેરે એ રામનવમીના પૂર્વ પ્રસંગે બાલા હનુમાનજીના મંદિરમાં ભગવાન શ્રીરામ- લક્ષ્મણ- જાનકી તથા હનુમાનજીની પ્રતિમા પાસે શીશ જુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા.
ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલી ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ની અખંડ રામધૂન કે જેમાં આજે બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા, અને રામધૂનની રમઝટ બોલાવી હતી, ત્યારે સમગ્ર બાલા હનુમાન નું મંદિર પરિસર રામમય બન્યુ હતું. ભગવાનના દર્શન માટે પણ અનેક ભાવિકોએ લાંબી કતાર લગાવી હતી.