બાળકો માટે ગેમઝોન ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે: 21મે સુધી રોજે સાંસ્કૃતિક પ્રોગ્રામ-ડાન્સ, સ્પર્ધા યોજાશે

વેકેશનમાં કંટાળો આવે છે ? બહાર ફરીને થાકી ગયા છો ? તો આવો રાજકોટના રેસકોર્સ મેદાનમાં માઇક્રોફાઇન ઘરઘન્ટી પ્રસ્તુત થીમ્સ એન્ડ ડ્રીમઝ ઈવેન્ટ આયોજિત વેકેશન કાર્નિવલ 2023 નો પ્રારંભ થઇ ચૂક્યો છે 29 એપ્રિલથી 21 મી સુધી ચાલનારા આ વેકેશન કાર્નિવલને રાજકોટવાસીઓ મન ભરીને માણશે.માઇક્રોફાઇન ઘરઘરી પ્રસ્તુત વેકેશન કાર્નિવલ કેરનો પ્રારંભ થયો છે. આ ફેરનું ઉદઘાટન મેયર પ્રદીપ ડવ, ધનસુખભાઇ ભંડેરી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન   નીતિનભાઈ ભારદ્વાજ , રાજકોટ શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઇ મીરાણી , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન   પુસ્કરભાઈ પટેલ , શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા તેમજ  ચંદુભા પરમાર ના વરદ હસ્તે રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ટ્રેડ ફેર વર્ષોથી થઈ રહ્યો હોય રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે . ખાસતો આ વર્ષે દર વર્ષ કરતા વધુ મોટા પ્રમાણમાં અને અત્યાધુનિક રીતે ફેર યોજવામાં આવ્યો છે. બાળકોથી લઇને મોટેરાઓ પરિવાર સાથે રેસકોર્સ વેકેશન કાર્નિવલનો લાભ લઇ શકશે . ખાસ આ વર્ષે રંગીલા રાજકોટવાસીઓ માટે વેકેશન કાર્નિવલ કઇક નવું જ લઇને આવ્યું છે ત્યારે આ વર્ષે પણ લોકોને અનેરો આનંદ મળે તે માટે અવનવી રાઇડ્સ સાથેની મોજ લોકો માણી શકશે. આ ઉપરાંત બાળકો માટે ગેમઝોન ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.ખાસ તો આ વર્ષે વેકેશન કાર્નિવલમાં ફક્ત 60 રૂપિયામાં લોકો 5 રાઇડ્સમાં બેસી શકશે. તદુપરાંત ફેરમાં બધા જ પ્રકારના સેગમેન્ટમાં સ્ટોલને આવરી લેવાયા છે. જ્યાં અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ સૌરાષ્ટ્રની નામચીન કંપનીઓ પણ ફેરમાં ભાગ લઇ રહી છે. વેકેશન કાર્નિવલ ફેરની મુલાકાત બપોરે 4 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી લઇ શકાશે.

આ ફેરમાં એફ એમ સી જી, ગિફ્ટ આર્ટિકલ, ઘરગથ્થુની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ તેમજ ફુડ સ્ટોલ અને અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ ફેરની આકર્ષતા રોજે રોજ સાંસ્કૃતિક પૌગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ડાન્સ સ્પર્ધા પણ યોજાશે.રાજકોટવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે ફેરને માણી શકે તેવું આયોજન કૃષ્ણસિંહ જાડેજા, હિતેશભાઈ દોશી, યશપાલસિંહ જાડેજા, સાગર ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે. તો રાજકોટવાસીઓ ઉલ્લાસભેર આયોજનમાં સહભાગી થાય અને મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.