જીયો અને ફેસબુક ડિજિટલાઈઝેશનમાં ધુમ મચાવશે
ઈ-કોમર્સ, ડિજિટલ પ્લેટફોર્મ, ક્ધટેન્ટ અને ડિજિટલ જાહેરાત ઉપર જીયો-ફેસબુક કરોડોનો વેપલો કરશે
વૈશ્વિક સ્તર પર અનેકવિધ કંપનીઓ એક સાથે મળી વેપારને આગળ ધપાવતી હોય છે. એવી જ રીતે રિલાયન્સ જીયો અને ફેસબુક સાથે મળી ડિજિટલાઈઝેશનમાં ધુમ મચાવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. રિલાયન્સે કંપનીને ઝીરો ડેપ્ટ કરવા માટે જે સમય નકકી કર્યો હતો તે સમય પૂર્વે જ કંપની ઝીરો ડેપ્ટ થઈ જશે તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. રિલાયન્સનાં મુકેશ અંબાણી દ્વારા કંપનીને દેણામુકત બનાવવા નિર્ધાર કર્યો છે. જે ગત બે માસમાં ૯૦ ટકા જેટલી રકમ પણ એકત્રિત કરી છે.
બીજી તરફ જીયો અને ફેસબુક ડિજિટલાઈઝેશનનાં અર્થકરણને આગામી પાંચ વર્ષમાં રૂ૧૫૧ લાખ કરોડને આંબશે તેવી પણ વાત સામે આવી રહી છે. રિલાયન્સની જીયો અને ફેસબુકે સાથે મળી ઈ-કોમર્સ, ડિજિટલ પ્લેટફોર્મ, ક્ધટેન્ટ અને ડિજિટલ જાહેરાત ઉપર ભાર મુકી કરોડોનો વેપલો કરશે. હાલ જીયો અને ફેસબુક પોતાની નવી ડિજિટલ ઈકો સિસ્ટમ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે જેમાંથી રીટેલ અને ઈ-કોમર્સ ક્ષેત્રે કંપની ૭૫ લાખ કરોડથી પણ વધુનો વેપલો કરશે એવી જ રીતે પેમેન્ટમાં પણ ૭૦૦ બિલીયન ડોલર ક્ધટેન્ટ અને જાહેરાતમાં પણ ૭૦ બિલીયન ડોલરની આવક કરશે તેવું કંપનીનાં સુત્રો દ્વારા સામે આવી રહ્યું છે. હાલ રિલાયન્સ જીયો અને ફેસબુક મુખ્યત્વે ઈ-કોમર્સ, પેમેન્ટ, ક્ધટેન્ટ અને જાહેરાત ક્ષેત્ર ઉપર વધુ પ્રાધાન્ય આપી માર્કેટ શેરને એકત્રિત કરવા માટેનાં તમામ પગલાઓ ભરશે.
કંપનીનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વોલમાર્ટ અને એમેઝોન જેવી મોટી ઈ-કોમર્સ કંપનીઓને પાછળ છોડવા માટે લોકલ કરિયાણાનાં સ્ટોરને વોટસએપ માધ્યમથી જોડી દેવામાં આવશે અને લોકોને ડિજિટલાઈઝ કરવા માટે પણ પ્રોત્સાહિત કરાશે. ડિજિટલાઈઝેશન તરફ અગ્રેસર થવા માટે ટેકનોલોજીના ઉપયોગનું મહત્વ અત્યંત વધી જતું હોય છે જે ફેસબુકથી થતા કંપની માટે વિશાળ તકો પણ ઉદભવિત થઈ છે.
‘ઝીરો ડેપ્ટ’ તરફ રિલાયન્સની આગેકૂચ: માત્ર બે માસમાં ૯૦ ટકા રકમ એકત્રિત કરી
૧૦૧ લાખ કરોડનાં દેવામાંથી મુકત થવા માટે રિલાયન્સ કંપની દ્વારા સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે. કંપનીની સફળતાનું મુખ્ય કારણ એજ છે કે, સ્ટ્રેટેજી આધારે અને નિર્ધારીત ટાર્ગેટને યથાયોગ્ય સમય પૂર્વે પૂર્ણ કરાતા કંપની સફળતાનાં સર્વોચ્ચ શિખર સર કરી રહી છે. રિલાયન્સે કંપનીને દેવામુકત કરવા માટે ૨૦૨૧નો સમય નિર્ધારીત કર્યો હતો પરંતુ હવે કંપનીએ ડિસેમ્બર-૨૦૨૦માં રિલાયન્સ જીયો ડેપ્ટ ધરાવતી કંપની બનાવવા માટે મુકેશ અંબાણી કટીબઘ્ધ અને સજજ હોવાનું પણ જાણવામાં આવ્યું છે. હાલ રિલાયન્સે માત્ર બે માસમાં જ દેવાની ૯૦ ટકા રકમ એકત્રિત કરી લીધેલી છે ત્યારે હજુ કંપની પાસે ૬ માસનો સમય બાકી છે અને માત્ર હવે ૯ હજાર કરોડ રૂપિયાનું જ દેવુ બાકી રહ્યું હોય તેવું પણ સામે આવ્યું છે. હાલ કંપનીએ ૯૭,૮૮૫.૬૫ કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા છે જેમાં ફેસબુક, કેકેઆર, સિલ્વર લેક, વિસ્ટા ઈકવીટી, જનરલ એટલાન્ટીક, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરીટી અને મુબાદલા કંપનીનો સમાવેશ થાય છે કે જેને રિલાયન્સમાં રોકાણ કર્યું હોય.