ખાંડમાં ‘ગળપણ’ ભળ્યુ…

પ્રથમ વખત ખાંડશરીમાં ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થશે જેમાં લેવડદેવડની સાથે નાણાકીય વ્યવહારો પણ શક્ય બનશે

અબતક, નવીદિલ્હી

અત્યાર સુધી સરકાર દરેક ક્ષેત્રને ડિજિટલ બનાવવા તરફ તમામ ધારીયા પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે પ્રથમ વખત હવે ખાંડશરીના વ્યવસાયમાં પણ ડિજિટલ આઇસર નો ઉપયોગ કરવામાં આવશે. સુધી વચેટિયાઓ ના કારણે ખેડૂતોને જે લાભ મળવા જોઈએ તે મળી શકતા ન હતા ત્યારે હવે જે રીતે ’ઇબાઈસુગર’ પ્લેટફોર્મનો ઉપયોગ કરાશે અને બે લાખ કરોડ રૂપિયાના ખાંડ ઉદ્યોગને ડિજિટાઇઝ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. મોટી વાત તો એ છે કે આ પ્લેટફોર્મ મારફતે ખેડૂતો ઉત્પાદકો અને વિક્રેતાઓને એક જ સ્થળ ઉપર જોડવામાં આવશે અને તેઓ આ પ્લેટફોર્મ મારફતે ખાંડ ની ખરીદી અને તેનું વેચાણ પણ કરી શકશે અને નાણાકીય વ્યવહાર પણ આ પ્લેટફોર્મ મારફતે ખૂબ જ સરળતાથી કરવામાં આવશે.

ખાંડ ઉદ્યોગ સરકારના નેજા હેઠળ ચાલી રહ્યો છે અને સરકાર દ્વારા તે અંગે અંકુશ પણ મૂકવામાં આવતો હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જે રીતે ખેડૂતોને તેનો લાભ મળવો જોઇએ તે મળી શકતો નથી પરિણામે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યું છે અને સરકારના જે લાભ મળતા હોય તે તમામ લાભો ખેડૂતો સુધી પહોંચી શકે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ કાર્ય પણ કરશે. પ્લેટફોર્મ ના માલિકે જણાવ્યું હતું કે તેઓએ ગત નાણાકીય વર્ષમાં 400 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું અને સમગ્ર ભારત વર્ષમાં 1.2 મિલિયન ટન ખાંડનું ટ્રેડિંગ પણ કરવામાં આવ્યું હતું અને એક પણ વ્યવહારમાં કોઈ પણ ગેરરીતિ થઇ ન હતી ત્યારે હવે આગામી દિવસોમાં પણ બાકી રહેલા રાજ્યોમાં આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે અને તેના ઉત્પાદકો વિક્રેતાઓ અને ખેડૂતોને જોડવામાં આવશે. ડિજિટલ ખેડબ્રહ્મા ખાંડ શરીરના અનેક ઉત્પાદકો ની સાથે વિક્રેતાઓ નું પણ લિસ્ટ મૂકવામાં આવ્યું છે જેથી ખેડૂતો ને ત્યાં પોતાનો માલ વેચવો તેના માટે પણ તેની પાસે ખૂબ મોટી ચોઈસ રહેશે અત્યાર સુધી ખેડૂતો વચેટિયાઓનો ઉપયોગ કરી આ વ્યવસાયમાં આગળ વધતા હતા અને તેઓને ઘણી ખરી નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે.

છેલ્લા ઘણા વર્ષોથી ખાંડનું ઉત્પાદન કરતાં ખેડૂતોને ઘણાં લેવાના બાકી છે પરંતુ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે તેઓએ ઘણી નુકસાની ભોગવવી પડે છે. ભારતમાં એગ્રી કોમોડિટી ની વાત કરીએ તો ખાંડ બીજી સૌથી મોટી કોમોડિટી તરીકે ઉભરી આવી છે અને તેની વર્થ પ્રતિવર્ષ બે લાખ કરોડ જેટલી નોંધાઈ છે. ને સ્થાનિક માંગ પણ આશરે 275 લાખ ટન જેટલી નોંધાયેલી છે. સરકાર આ ઉદ્યોગને વધુ વિકસિત બનાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે અને લક્ષ્ય રાખવામાં આવ્યો છે કે આગામી સમયમાં ભારત સાડા ત્રણસો લાખ જેટલા ખાંડનું ઉત્પાદન કરશે. તરફ સરકાર તો ગરમી સ્થાપવા માટે પણ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરે તો નવાઈ નહીં કારણ કે અત્યાર ના હાલ ભારતમાં માત્ર સાડા પાંચસો સુગર મીલ રહેલી છે જો તેને વધારવામાં આવે તો ખાંડની નિકાસ પણ પૂર ઝડપે થઈ શકે. તુ હાલ જે રીતે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી તે આશા પણ સેવાઇ રહી છે કે આવનારા સમયમાં ખાંડ ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ સર્જાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.